હરિદ્વાર: લોકડાઉનને કારણે પ્રદૂષણનું ઓછુ થયેલું સ્તર આખા દેશમાં સતત ચર્ચામાં છે. દેશના મુખ્ય યાત્રાધામ હરિદ્વારમાં ગંગાનું પાણી શુદ્ધ અને પીવાલાયક બની ગયું છે, પરંતુ હરિદ્વારના હરકી પોડી નજીક કાંગરા ઘાટ પર પડતું ગટરનું પાણી ગંગાની શુદ્ધતાને ગ્રહણ લગાવી રહ્યું છે.
હરિદ્વાર હરકી પોડી નજીક કાંગરા ઘાટ પર ગટરનું પાણી સતત ગંગામાં પડી રહ્યું છે, જેની કોઇ કાળજી લેતું નથી. સ્થાનિક લોકોના મતે કુંભ માટે થતા અંડરગ્રાઉંડ કામોને કારણે ગટરની પાઇપ તૂટી ગઈ છે અને ગટરનું ગંદુ પાણી સીધું ગંગામાં પડી રહ્યું છે. આ અંગે અનેક વખત જિલ્લા વહીવટી તંત્રને ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.