નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મજૂરોના સ્થળાંતર કરવા પર લાગાવેલી રોક યથાવત રહેશે. જે મજૂર જ્યાં છે ત્યાં જ રહેશે. ગૃહ મંત્રાલયે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફસાયેલા મજૂરોની હિલચાલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ (SOP) બહાર પાડ્યું છે.
મજૂરોના સ્થળાંતર કરવા પર લાગાવેલી રોક યથાવત રહેશે, ગૃહ મંત્રાલયે રાજ્યોને આપી સૂચના
ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મજૂરોના સ્થળાંતર કરવા પર લાગાવેલી રોક યથાવત રહેશે. જે મજૂર જ્યાં છે ત્યાં જ રહેશે.
મજૂરોની હિલચાલ પર લાગી રોક
મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, જે પ્રવાસીઓનો સમૂહ તેમના કાર્યસ્થળ પર જવા માગે છે, તેઓ જે રાજ્યમાં હાલ છે ત્યાં જ તેમનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. આ પહેલાં મંત્રાલયે લોકડાઉન દરમિયાન માલસામાન સપ્લાય અંગે નવો આદેશ આપ્યો હતો.