મધ્યપ્રદેશ:ગ્વાલિયરથી સમાજવાદી પાર્ટી (સપા) ના ઉમેદવાર રોશન મિર્ઝાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે તેમને આગામી પેટા ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવા કહ્યું હતું.
દિગ્વિજય સિંહે સપાના ઉમેદવારને ઉમેદવારીપત્ર પાછું લેવા કહ્યું

મધ્યપ્રદેશમાં 28 વિધાનસભા સીટો પર પેટા-ચૂંટણી યોજાનાર છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સદસ્ય દિગ્વિજય સિંહે સપાના ઉમેદવારને ઉમેદવારીપત્ર પાછું લેવાનું કહેતા હોવાનો એક કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. આને લઇને રાજકારણમાં બબાલ મચી ગઇ હતો. આ કથિત ઓડિયોને લઇને કહ્યું કે, દિગ્વિજય સિંહ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રોશન મિર્ઝા પાસેથી ઉમેદવારીપત્ર પાછું લેવાનું કહે છે.
રોશન મિર્ઝાએ શું કહ્યું
રોશન મિર્ઝાએ કહ્યું કે, દિગ્વિજય સિંહનો મને ફોન આવ્યો હતો. તેમણે મને ઉમેદવારીપત્ર પાછું લેવાનું કહ્યું હતું. તેમણે મને કહ્યું કે, હું આપને પાર્ષદની ટિકિટ આપીશ. મેં તેમને કહ્યું કે, હું પાછળ હટીશ નહીં અને ચૂંટણી લડીશ.