ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સિંધિયાના 'ટાઇગર અભી ઝિંદા હૈ'ના નિવેદન પર દિગ્વિજ સિંહે આપ્યો જવાબ - પૂર્વ સીએમ દિગ્વિજયસિંહ

ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના 'ટાઇગર ઝિંદા હૈ' ના નિવેદન પર રાજકારણ ગરમાયું છે. મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજયસિંહે સિંધિયાને જવાબ આપ્યો છે કે, જ્યારે શિકાર પર પ્રતિબંધ ન હતો ત્યારે હું અને માધવરાવ સિંધિયા સિંહનો શિકાર કરતા હતા.

જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજયસિંહ
જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજયસિંહ

By

Published : Jul 3, 2020, 5:38 PM IST

ભોપાલ: રવિવારે શિવરાજ સિંહના મંત્રીમંડળના વિસ્તરણ માટે ભોપાલ પહોંચેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તીવ્ર વલણ બતાવ્યું હતું. તેમણે કમલનાથ અને દિગ્વિજય સિંહના નામ લઈને એક પ્રકારનો પડકાર આપ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, 'ટાઇગર અભી ઝિંદા હૈ'. આ વાત તેમણે તેમના નિવેદનમાં કહી હતી. ભાજપના કાર્યકરોને સંબોધિત કરતી વખતે પણ તેમણે આ નિવેદન આપ્યું હતું.

કોંગ્રેસના ઘણા નેતાઓ તેમના નિવેદનની સામે પ્રતિક્રિયા આપી રહ્યા છે, પરંતુ દિગ્વિજય સિંહ અને કમલનાથ શું જવાબ આપશે તેની રાહ દરેકને હતી. આ તરફ પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહે જ્યોતિરાદિત્ય સિંધિયાને જવાબ આપ્યો છે કે, 'જ્યારે શિકાર પર પ્રતિબંધ ન હતો ત્યારે હું અને માધવરાવ સિંધિયા સિંહનો શિકાર કરતા હતા. ઇન્દિરાજીના વાઇલ્ડલાઇફ કન્સર્વેઝન એક્ટ પછી હવે હું સિંહને ફક્ત કેમેરામાં ઉતારૂ છું'.

ABOUT THE AUTHOR

...view details