ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હવે શુ કરશે સાધ્વી, દિગ્વિજય સિંહે કર્યુ તંત્ર-મંત્ર

ન્યૂઝ ડેસ્ક: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હવે લાગે છે રાજકીય માહોલ રસપ્રદ બનતો જાય છે. સાધ્વી પ્રજ્ઞાની સામે ત્યાં આ વખતે કોંગ્રેસ દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ મેદાનમાં છે. ભાજપ દિગ્વિજય સિંહની સામે વારંવાર હિન્દુ આતંકવાદ શબ્દનો પ્રયોગ કરતા હોય છે. આ જ કારણ છે કે, હવે દિગ્વિજય સિંહ સાધુ સંતોની શરણમાં પહોંચી ગયા છે.

By

Published : May 7, 2019, 5:29 PM IST

Updated : May 7, 2019, 5:36 PM IST

ians

પૂજા અને હવન કરી દિગ્ગી રાજા ભોપાલમાં અનેક સાધુ સંતોને એકત્રિત કરી રહ્યા છે. અહીં પોતાની પત્નિ સાથે કરેલી પૂજામાં કમ્પ્યુટર બાબા પણ સામેલ હતાં. તો વળી બાબાની સાથે સાથે અનેક સાધુ સંતો પણ હાજર રહ્યા હતાં.

દિગ્વિજય સિંહ કર્યુ તંત્ર-મંત્ર

પૂજા સ્થળ પર એક બોર્ડ પર માર્યું હતું જેમાં લખેલું હતું કે, દિગ્વિજય સિંહની જીત માટે હજારો સંતોનું હઠયોગ. હકીકતમાં જોઈએ તો વિતેલા 30 વર્ષથી અહીં ભાજપ સત્તા પર છે. તેથી કોંગ્રેસ પાર્ટી અહીં એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.

દિગ્વિજય સિંહ વારંવાર કહી રહ્યા છે કે, તેમણે હિન્દું આતંકવાદ જેવો શબ્દ પ્રયોગ કર્યો નથી. તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે. તેઓ પણ હિન્દુ છે. તો આ બાજુ સાધ્વી દિગ્ગીરાજાને હંમેશા હિન્દુઓને બદનામ કરવા વાળા તરીકે ઉલ્લેખ કરી રહી છે.

દિગ્વિજય સિંહે સાધ્વી પર અનેક આરોપો લગાવ્યા છે. આ વખતે જોઈએ તો દિગ્વિજય સિંહ ફૂંકી ફૂંકીને ચાલી રમી રહ્યા છે. તેમણે એક પણ નિવેદન એવું નથી આપ્યું જેનાથી પાર્ટીને કોઈ પણ જાતનું નુકસાન ન થાય.

અહીં એ જાણવું અતિ જરૂરી છે કે, ભોપાલમાં 19.5 લાખ મતદારો છે. જેમાં 4.5 લાખ પછાત જાતિમા આવે છે. બે લાખ કાયસ્થ, સવા લાખ ક્ષત્રિય, 3.5 લાખ બ્રાહ્મણ તો ચાર લાખ મુસ્લિમ મતદારો છે.

તેથી કોઈ પણ પ્રકારનું ધ્રુવીકરણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે. તથા મોટી સંખ્યામાં હિન્દુ મત મળે. ભોપાલમાં આઠ વિધાનસભા સીટ આવે છે. હાલમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પાંચ અને કોંગ્રેસને ત્રણ સીટ મળી હતી.

Last Updated : May 7, 2019, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details