ગુજરાત

gujarat

સાવરકરને ભારત રત્ન આપવાની વાત પર વિવાદ, દિગ્વિજયે ગાંધી હત્યાના ષડયંત્રકારી ગણાવ્યા

By

Published : Oct 17, 2019, 3:08 PM IST

ઈન્દોર: મહારાષ્ટ્રમાં હાલ ચૂંટણીનો માહોલ છે, ત્યારે 21 ઓક્ટોબરની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં વીર સાવરકરને ભારત રત્નથી નવાજવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ વાત પર કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય ગુસ્સે થઈ ગયા હતા. તેમણે એક પત્રકાર પરિષદમાં આ અંગે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.

controversy on savarkar

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ભાજપ દ્વારા સાવરકરને ભારત રત્ન અપાવવાની રજૂઆત કરતા ભાજપને આડે હાથ લીધા છે.

દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારને એ ન ભૂલવું જોઈએ કે, મહાત્મા ગાંધીની હત્યા પાછળ સાવરકરનું નામ ષડયંત્રકર્તા તરીકે નોંધાયેલું હતું. પત્રકાર પરિષદમાં દિગ્વિજય સિંહે આ અંગે ભાજપ પર પ્રહારો કર્યા હતા.

વધુમાં સિંહે જણાવ્યું કે, સાવરકરના જીવનમાં બે બાજુ હતી. પહેલુ સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભાગીદારી અને બીજુ અંગ્રેજો પાસેથી માફી માગી પાછા આવ્યા. ભાજપને આ ન ભૂલવુ જોઈએ કે, તેમનું નામ મહાત્મા ગાંધીની હત્યા કરવાના ષડયંત્રકર્તા તરીકે નોંધાયેલું હતું.

આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં ભારત રત્ન એવોર્ડ પર એક પાનું છે. આ પાનામાં ભાજપે મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને વીર સાવરકરના નામે દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાનો પ્રસ્તાવ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ પણ મહારાષ્ટ્રના અકોલામાં ચૂંટણી રેલી દરમિયાન સાવરકરના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, તેમના વિચાર અને મૂલ્યોને કારણે જ રાષ્ટ્ર નિર્માણના મૂળમાં રાષ્ટ્રવાદ છે.

ABOUT THE AUTHOR

...view details