નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના વાઈરસનો મામલા સતત વધી રહ્યા છે, ત્યારે દિલ્હીમાં રાજ્ય સરકાર મોટા સ્તર પર કોરોના ટેસ્ટિંગનો દાવો કરી રહી છે. દિલ્હીમાં એક દિવસમાં સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો 24 હજાર સુધી પહોંચ્યો છે, પરંતુ એક દિવસમાં સેમ્પલ ટેસ્ટિંગના કુલ આંકડા પર ગંભીર સવાલ ઉભા થયા છે.
ઓછા થયા ટેસ્ટિંગના આંકડા
દિલ્હીમાં કોરોના કુલ ટેસ્ટિંગના આંકડા પર સવાલો ઉભા થયા 12 જુલાઈના હેલ્થ બુલેટિન અનુસાર, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 21,236 ટેસ્ટ થયા હતા. દિલ્હીમાં કોરોના ટેસ્ટિંગનો કુલ આંકડો 7 લાખ 89 હજાર 853 થયો છે. 13 જુલાઈના હેલ્થ બુલેટિન અનુસાર દિલ્હીમાં માત્ર 12,171 ટેસ્ટ થયા છે.
ICMRના આંકડા પર
12 જુલાઈના રોજ સરકારે જાહેર કરેલા આંકડા કરતા 97,008 ઓછા છે. હેલ્થ બુલેટિનમાં ઓછા આંકડાને કારણોને ધ્યાનમાં લઈ તો દિલ્હી સરકારનું કહેવું છે કે, આ ડેટા દિલ્હી સરકારના ICMRના ડેટા સાથે મેળવાથી આ ડેટા મળ્યા છે. હવે સવાલ એ થાય છે કે, આંકડાની ગડબડ ક્યાં થઈ છે. શું દિલ્હી સરકારે આ આંકડા વધારીને મોકલ્યા છે કે ICMRનું ભૂલ થઈ છે.
કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા
ટેસ્ટિંગના આંકડામાં આવેલા અંતરથી હવે રાજકારણ ગરમાયું છે. દિલ્હી કોંગ્રેસે ટિપ્પણી કરતા કહ્યું કે, દિલ્હી કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ ટ્ટીટમાં બંને દિવસના આંકડાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આ સવાલ ઉઠાવતા લખવામાં આવ્યું છે કે, દિલ્હી સરકારના આંકડામાં હેરાફેરી જોવા મળી રહી છે.