“ગર્ભાવસ્થા દરમિયાન આયુર્વેદ દૂધ, ઘી અને માખણથી સમૃદ્ધ હોય, તેવું ભોજન કરવાની સલાહ આપે છે. આ ખાદ્ય ચીજો રસ ધાતુને પોષવામાં મદદરૂપ બને છે, જે માતાના દૂધના પ્રવાહ માટે કારણભૂત હોય છે. પ્રસૂતિ બાદ, માતાએ સંતુલિત આહાર લેવાનો રહે છે. અહીં કેટલીક ખાદ્ય ચીજો વિશે જણાવવામાં આવ્યું છે, જેનો રોજિંદા ભોજનમાં સમાવેશ કરી શકાય છેઃ”
પાણી
એકસાથે ઘણું પાણી પી જવાને બદલે સમગ્ર દિવસ દરમિયાન ભરપૂર પાણી પીવું. તમે હૂંફાળું અને ઠંડું પાણી પણ પી શકો.
નારિયેળ પાણી
નારિયેળ પાણી કે નારિયેળનું દૂધ પણ માતાનું દૂધ વધારવામાં ઉપયોગી નીવડી શકે છે. નારિયેળનું પાણી અને દૂધમાં પોષકતત્વો તથા હાઇડ્રેટ્સ અઢળક માત્રામાં રહેલાં હોય છે.
દૂધ
દૂધના પોતાના જ ઘણા લાભ છે અને ખાસ કરીને તેમાંથી ભરપૂર કેલ્શિયમ મળી રહે છે. આથી, સ્તન પાન કરાવતી માતાઓએ દૂધ પીવું જોઇએ.
ઘઉં
દલિયા જેવી ઘઉંની પેદાશો લેવાથી માતાને વધુ દૂધ આવે છે. ઓટમિલ પણ લઇ શકાય.
મસાલા
કાળા મરી, જીરુ, તજ, અજમો વગેરે જેવા કેટલાક મસાલાનો રોજિંદી રસોઇમાં સમાવેશ કરી શકાય છે. સ્તન પાન કરાવવાના તબક્કા દરમિયાન ભોજનમાં લાલ મરચાં કે લીલાં મરચાંનો ઉપયોગ ટાળવો અથવા ઓછો કરવો.
આદુ
આદુ રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે-સાથે તે એન્ટિફંગલ અને એન્ટિબેક્ટેરિયલ તત્વો પણ ધરાવે છે. રોજિંદી રસોઇમાં આદુનો વપરાશ કરવો.
લસણ
લગભગ દરેક રસોડામાં રસણનો સામાન્યતઃ વપરાશ કરવાવમાં આવે છે. લસણ રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પાચનક્રિયામાં મદદ કરે છે અને તે માતાનું દૂધ વધારતી કુદરતી ઔષધિ છે.
મેથીદાણા
મેથીદાણામાં પુષ્કળ માત્રામાં ઓમેગા-3 ફેટ્ટી એસિડ્ઝ રહેલા હોય છે, જે બાળકના મસ્તિષ્કના વિકાસ માટે આવશ્યક છે. રોજિંદી રસોઇમાં તમે મસાલા તરીકે મેથીદાણાનો ઉપયોગ કરી શકો છો અથવા તો પાણી સાથે થોડા મેથીદાણા લઇ શકો છો.
વરિયાળી
તે માતાના દૂધની માત્રા વધારે છે અને પાચન ક્રિયામાં પણ ઉપયોગી છે. વરિયાળી મુખવાસ તરીકે સીધી જ ખાઇ જઇ શકાય છે અથવા તો 100 મિલી પાણીમાં અડધી ચમચી વરિયાળીનો પાઉડર નાંખીને તે પાણી પી જવું.
ફળો
વિદેશી નહીં, બલ્કે ભારતમાં ઉગતાં ફળોનો આહારમાં સમાવેશ કરવો જોઇએ. તમામ મોસમી ફળો, ખાસ કરીને દાડમનું સેવન કરવું જોઇએ. દાડમ રક્ત શુદ્ધ કરે છે અને માતાનું દૂધ વધારે છે.
તલ
તલ કેલ્શિયમથી ભરપૂર હોય છે. હાડકાંની તંદુરસ્તી માટે કેલ્શિયમ અતિ મહત્વનું છે. આથી, તલ ખાવાથી માતા અને શિશુ બંનેનાં હાડકાં મજબૂત થાય છે.
સૂકો મેવો
કાજૂ, બદામ, અખરોટ, વગેરે જેવા તમામ સૂકા મેવા આરોગી શકાય છે. બદામને આખી રાત પાણીમાં પલાળીને તેને પીસીને દૂધમાં મીલાવીને પણ તેનું સેવન કરી શકાય છએ.
આ ઉપરાંત, કેવો ખોરાક ન ખાવો, તે અંગે ડો. રાજ્યલક્ષ્મીએ કેટલાંક સૂચનો કર્યાં છેઃ
- અત્યંત મસાલાયુક્ત ભોજન
- તીખું ભોજન
- બ્રેડ
- બર્ગર/ પિઝા
- શરાબ
- ધૂમ્રપાન
- તમાકુ
- કોફી/કેફેનયુક્ત પદાર્થો
“ઉત્તેજક અને વધુ પડતા મસાલાયુક્ત ભોજન તથા ખાદ્ય ચીજોનું સેવન ન કરવું, કારણ કે તેનાથી દૂધ બનવાનું પ્રમાણ ઘટી જાય છે. ઉપરાંત, માતાને માનસિક તાણનો અનુભવ ન થવો જોઇએ અને માતાએ તંદુરસ્ત અને પ્રસન્ન વાતાવરણમાં રહેવું જોઇએ.”
આમ, જો માતા તંદુરસ્ત હશે, તો શિશુ તંદુરસ્ત થશે. અને આથી, ગર્ભાવસ્થા અને પ્રસૂતિ, એ બંને સમયગાળા દરમિયાન તમારા આહાર અને જીવનશૈલીની પૂરતી કાળજી લો, તે જરૂરી છે.