હઝારીબાગમાં ગમખ્વાર અકસ્માતમાં 8ના મોત, 26 ઘાયલ - accident
ઝારખંડઃ હઝારીબાગમાં ચૌપાપણ થાના વિસ્તારમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 8 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 26 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ફાઇલ ફોટો
મળતી માહિતી મુજબ રાંચીથી ગયા જતી મહારાણી બસની ટ્રક સાથે અથડામણ થતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા રાહત કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે અને ઇજાગ્રસ્ત લોકોને રિમ્સ અને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.