જયપુર: જયપુર લિટરેચર ફેસ્ટિવલના અંતિમ દિવસે બોલીવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા 'ક્લાઈમેટ ઈમરજન્સી'ના મુદ્દે વાત કરી રહ્યાં હતાં. એ સમયે એક ખેલાડીના મૃત્યુને યાદ કરીને તેમને રડવું આવ્યું હતું.
આખરે કેમ દિયા મિર્ઝાના આંખમાં આંસુ આવી ગયા?, ક્લિક કરો અને જાણો કારણ... - Climate Emergency
જયપુર લિટરેચર ફેસ્ટિવલના અંતિમ દિવસની શરુઆત 'ક્લાઈમેટ ઈમરજન્સી'ના સત્રથી શરૂ થઈ હતી. આ સેશનમાં બોલીવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા, સોનમ વાંગચૂક, રેનોટા લોક, શુભાંગી સ્વરુપ, અપૂર્વા ઓઝા અને નમિતા વેકરે ક્લાઈમેટ ઈમરજન્સી પર ચર્ચા કરી હતી. આ સેશન દરમિયાન ક્લાઈમેટ ઈમરજન્સી પર પુછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતી વખતે દિયા મિર્ઝા રડી પડી હતી.
આ ઘટનાની સ્પષ્ટતા તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરી હતી. દિયા મિર્ઝાએ કહ્યું કે, 'રવિવારે તેમનો ગણતંત્ર દિવસ સરસ રીતે પસાર થયો હતો અને સાંજની ફ્લાઈટ પકડી તેઓ જયપુર આવ્યા હતા. રાત્રે 3 વાગ્યે તેમને મેસેજ આવ્યો, જેમાં બાસ્કેટબોલના સ્ટાર ખેલાડી કોબ બ્રાયનના મૃત્યુ સમાચાર જાણવા મળ્યા.
દિયા મિર્ઝાએ કહ્યું કે, તે બ્રાયનને ઓળખતી હતી માટે તેના મૃત્યુના સમાચાર જાણીને તે અપસેટ થઈ હતી. તેણે કહ્યું કે, બ્રાયનના મૃત્યુના સમાચાર સાંભળીને તેનું બ્લડ પ્રેશર લો થઈ ગયું હતું.