ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ધોનીએ તેની પુત્રી જીવાની મદદથી પક્ષીને બચાવ્યું - Dhoni

મહેન્દ્રસિંહ ધોનીએ મંગળવારે એક પક્ષીનો જીવ બચાવ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને તેની દીકરી જીવાએ એક પક્ષીને બેભાન હાલતમાં જોયુ હતું. બાદમાં ધોની અને જીવાએ પક્ષીને પાણી પીવડાવી તેનો જીવ બચાવી તેને સ્વસ્થ કરીને તેને ઉડાવી દીધું હતું.

Dhoni
મહેન્દ્રસિંહ ધોની

By

Published : Jun 10, 2020, 8:07 AM IST

રાંચી: મહેન્દ્રસિંહ ધોનીએ મંગળવારે એક પક્ષીનો જીવ બચાવ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને તેની દીકરી જીવાએ એક પક્ષીને બેભાન હાલતમાં જોયુ હતું. બાદમાં ધોની અને જીવાએ પક્ષીને પાણી પીવડાવી તેનો જીવ બચાવી તેને સ્વસ્થ કરીને તેને ઉડાવી દીધું હતું. આ ઘટનાની તસવીરો મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

મહેન્દ્રસિંહ ધોની હાલમાં પોતાના ઘરે રાંચી છે. ત્યારે લોકડાઉનને કારણ તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. મંગળવારની રાત્રે તેણે એક પક્ષીનો જીવ બચાવ્યો હતો. જ્યારે પૂર્વ કેપ્ટનની પુત્રી જીવા રમતી હતી. ત્યારે તેણે એક પક્ષીને બેભાન જોયું અને તેણે તેની માતા સાક્ષી અને પિતા મહેન્દ્રસિંહ ધોનીને બોલાવ્યા હતા. જ્યારે માહી ત્યાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે, એક પક્ષી બેભાન અવસ્થામાં પડેલું હતું. ત્યારબાદ મહેન્દ્રસિંહ ધોની અને જીવાએ પક્ષીને પાણી પીવડાવીને તેને સ્વસ્થ કરીને ઉડાવી દીધું હતું.

ABOUT THE AUTHOR

...view details