જણાવી દઈએ કે, ધોનીની પોસ્ટિંગ કાશ્મીરમાં વિક્ટર ફોર્સની સાથે હશે. ધોનીએ એ જ પોસ્ટિંગની માગ કરી હતી, જેને આર્મી તરફથી મંજૂરી મળી ગઈ છે. તે 31 જૂલાઈથી 15 ઓગષ્ટ સુધી કાશ્મીરમાં રહેશે. ધોની પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટ ડ્યુટી કરશે અને જવાનોની સાથે રહેશે.
ધોની કાશ્મીર જવા રવાના, બુધવારથી ટ્રેનિંગ શરૂ
જમ્મુ: ટીમ ઈન્ડિયાના વિકેટકીપર એમ.એસ. ધોની આર્મી ટ્રેનિંગ માટે કાશ્મીર જવા રવાના થયા છે. ધોની કાશ્મીરમાં વિકટર ફોર્સની સાથે રહી એક જવાનની જેમ જ દેશની રક્ષા કરશે.
dhoni
ધોનીની આર્મી ટ્રેનિંગ દરમિયાન તેની સુરક્ષાને લઈને પ્રશ્નો ઉભા થયા હતાં. જેના પર સેના અધ્યક્ષ બિપિન રાવતે નિવેદન આપ્યુ હતુ કે, ધોનીને સુરક્ષાની જરૂર નથી તે જનતાની સેવા કરશે. વધુમાં જણાવ્યું કે ધોની સેનાની સાથે ફરજ બજાવવા તૈયાર છે. જવાનની જેમ ધોની પણ દેશની રક્ષા કરશે.