મુંબઈઃ મુંબઈના ધરાવીમાં કોરોનાનું સક્રમણ વધતું જાય છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 કેસ સામે આવ્યાં છે. આ સાથે ધરાવીમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 179એ પહોંચી છે.
સૌથી મોટી ઝૂપડપટ્ટી ધરાવી પર કોરોનાનો ખતરો, 24 કલાકમાં 12 નવા કેસ, 1નુ મોત - coronavirus news mumbai
દેશમાં કોરોનાનું કેન્દ્ર મહારાષ્ટ્ર બન્યું છે. દેશમાં મહારષ્ટ્રમાં સૌથી વધારે લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. મુંબઈના ધરાવીમાં છેલ્લા 24 કલાકમા 12 કોરનાના નવા કેસ સામે આવ્યાં છે, જ્યારે એકનું મોત થયું છે.
સમગ્ર દેશમાં કોરોના વાઈરસનો પ્રભાવ વધી રહ્યો છે. જેમાં સૌથી મોખરે મહારાષ્ટ્ર રાજ્ય છે, જ્યાં કોરોનાના સૌથા વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. મુંબઈના ધરાવીમાં છેલ્લા 24 કલાકમાં 12 નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે જ કુલ આકંડો 179એ પહોંચ્યો છે. આ ઉપરાંત ધરાવીમાં 24 કલાકમાં એકનું મોત પણ થયું છે. ધરાવીમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયાં છે.
જો મહારાષ્ટ્ર રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 5 હજારને પાર પહોંચ્યો છે. જ્યારે દેશમાં કુલ કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યા 20એ પહોંચી છે. જ્યારે 645 લોકોના મોત થયા છે.