મુંબઈના ધારવીમાં શુક્રવારે વધુ પાંચ લોકો કોરોના પોઝિટિવ નીકળ્યાં છે. જેની સાથે આ વિસ્તારમાં પીડિતોની સંખ્યા વધીને 22 પહોંચી છે. આ કેસ પીએમજીપી કોલોની, મુસ્લિમ નગર, કલ્યાણવાડી અને મુરુગાન ચોલમાંથી નોંધાયા છે.
મુંબઈ (મહારાષ્ટ્ર): ધારાવીમાં વધુ પાંચ COVID-19ના કેસ નોંધાયા છે. જેથી આ વિસ્તારમાં વાઈરસની સંખ્યા 22 પહોંચી હોવાનું બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ શુક્રવારે જણાવ્યું હતું.
પાંચ નવા COVID-19 કેસોમાંથી, ત્રણ પુરુષ દર્દીઓ અને બે મહિલા છે. આ કેસ પીએમજીપી કોલોની, મુસ્લિમ નગર, કલ્યાણવાડી અને મુરુગન ચોલમાંથી નોંધાયા છે.