ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાયલટ પર લાગેલા આરોપ બદલ ડીજીસીએ એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ પાઠવી

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA)એ એક પાયલટ દ્વારા એર એશિયા ઈન્ડિયા એયરલાઈન્સ સુરક્ષાના ધોરણનું ઉલ્લંઘન કરવાના આરોપ લગાવ્યાના બે અઠવાડિયા બાદ એયરલાઈન્સે એક અધિકારીને કારણ બતાવો નોટિસ પાઠવી છે.

Air India, ETv Bharat
Air India

By

Published : Jun 29, 2020, 7:20 AM IST

નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA)એ એક પાયલટ દ્વારા એયર એશિયા ઈન્ડિયા એયરલાઈન્સ સુરક્ષાના ધોરણનું ઉલ્લંઘન કરવાના આરોપ લગાવ્યાના બે અઠવાડિયા બાદ એયરલાઈન્સે એક અધિકારીને કારણ બતાવો નોટિસ પાઠવી છે.

ડીજીસીએના અધિકારીઓએ જણાવ્યું કે, પાઈલટના આક્ષેપ બાદ એર એશિયા ઈન્ડિયાઓ સંચાલન પ્રમુખ મનીષ ઉપ્પલને કારણ બતાઓ નોટીસ પાઠવી છે.

ઉલ્લેખનીય છે કે જે પાયલટે આરોપ લગાવ્યો છે તે ગૌરવ તનેજા ફ્લાઈંગ બીસ્ટ નામની પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે.

ગૌરવ તનેજાએ 14 જુને ટ્વિટ કરી કહ્યું હતું કે એર એશિયા ઈન્ડિયાના વિમાનોનું સુરક્ષિત સંચાલન અને યાત્રિઓને સમર્થન આપવા બદલ મને નિલંબિત કરવામાં આવ્યો છે. તેમજ 15 જૂને તનુજાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે નોકરીમાંથી બરતરફ થવાના કારણો જણાવ્યાં હતાં.

તનેજાએ વીડિયોમાં આરોપ લગાવ્યો હતો કે એરલાઇને પાઇલટ્સને 98 ટકા જેટલા વિમાન ત્રણ મોડમાં લઈ જવા કહ્યું હતું, આવું કરવાથી ઇંધણની બચત થાય છે. પંરતુ પાયલટ વિમાનને ત્રણ મોડમાં ન લઈ જાય તો એરલાઈન તેને સંચાલન પ્રક્રિયાનું ઉલ્લંઘન માને છે. ડીજીસીએ આ મામલે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details