ઉત્તર પ્રદેશઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં આત્મહત્યાના બનાવોમાં વધારો થી રહ્યો છે. લોકડાઉનના પહેલા અને બીજા તબક્કામાં 30 લોકોએ આત્મહત્યા કરી હતી. ત્યારે હવે રાજધાની લખનઉમાં ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનમાં તૈનાત દિવાન ગિરીશ તિવારીએ તેના ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
લખનઉ: પોલીસ સ્ટેશનમાં દીવાન તરીકે ફરજ બજાવતા યુવાને આત્મહત્યા કરી
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં આત્મહત્યાના બનાવોમાં વધારો થી રહ્યો છે. લોકડાઉનના પહેલા અને બીજા તબક્કામાં 30 લોકોએ આત્મહત્યા કરી હતી. ત્યારે હવે રાજધાની લખનઉમાં ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનમાં તૈનાત દિવાન ગિરીશ તિવારીએ તેના ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
દિવાન ગિરીશ તિવારીનો મૃતદેહ તેના ઘરના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગિરીશ તિવારીની મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટના અંગે માહિતી આપતાં ડીસીપી ચિરંજીવનાથ સિંહાએ જણાવ્યું હતું કે, ગૌતમ પલ્લી પોલીસ સ્ટેશનમાં તૈનાત દિવાન ગિરીશ તિવારીનો મૃતદેહ તેના નિવાસસ્થાનના બાથરૂમમાં લટકતો મળ્યો હતો. ત્યારબાદ તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.