તિરુવનંતપુરમ: સબરીમાલાના ભગવાન અયપ્પા મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે. મંદિર 16 ઓક્ટોબરની સાંજે માસિક પાંચ દિવસીય પૂજા માટે ખોલવામાં આવશે. પોલીસે આ માહિતી આપી હતી.
સબરીમાલા મંદિર 16 ઓક્ટોબરે માસિક પાંચ દિવસીય પૂજા અર્ચના માટે ખુલશે
સબરીમાલાના ભગવાન અયપ્પા મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે. મંદિર 16 ઓક્ટોબરની સાંજે માસિક પાંચ દિવસની પૂજા અર્ચના માટે ખુલ્લુ મુકાશે.
રાજ્ય પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ કેરળ સશસ્ત્ર પોલીસની પાંચમી બટાલિયનના કંમાન્ડેટ કે.રાધાકૃષ્ણનને સુરક્ષાની દેખરેખ માટે તેમની નિયુક્તિ કરવામાં આવી છે.
મંદિરમાં એક સમયે ફક્ત 250 વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે. વડસેરીકરા અને ઇરુમેલી સિવાય, સબરીમાલા તરફના અન્ય તમામ માર્ગો બંધ રહેશે. રાજ્યના પોલીસ વડા લોકનાથ બેહરાએ જણાવ્યું કે, કર્મચારીઓ, અધિકારીઓ અને ભક્તોએ કોવિડ -19 આરોગ્ય પ્રોટોકોલનો કડક અમલ કરવો પડશે. આ મંદિર ભક્તો માટે 16 ઓક્ટોબરની સાંજે ખુલશે અને 17 ઓક્ટોબરની સવારથી પાંચ દિવસ નિયમિત પૂજા-અર્ચના કરવામાં આવશે.