નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હવે થોડાક દિવસો બાકી છે. રાજકીય પાર્ટીઓના નેતાઓ પ્રચાર કરી રહ્યાં છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સામેલ થયા હતા. તેમને રવિવારે દિલ્હીમાં ઘણી સભાઓ અને પદયાત્રા કરી હતી. ફડણવીસ લક્ષ્મીનગર વિસ્તારના જે. એન્ડ બ્લોર્કમાં ભાજપ ઉમેદવાર અભય વર્માના સમર્થનમાં પદયાત્રા કરી હતી.
Exclusive: દિલ્હી ચૂંટણી, ETV ભારતના સવાલ પર ભડક્યા ફડણવીસ - દિલ્હી વિધાનસભા ચૂંટણી
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન ફડણવીસે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યાં છે. ફડણવીસ લક્ષ્મી નગર વિધાનસભા વિસ્તારમાં પહોંચ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે ETV ભારત સાથે વાતચીત કરી હતી.

દિલ્હી ચૂંટણી
ETV ભારતના સવાલ પર ભડક્યા ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ચૂંટણી પંચે નેતાઓના વિવાદીત નિવેદન પર જે કાર્ચવાહી કરવાની હતી, તે કરી છે. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ રાજકારણ કરી રહ્યાં છે. કારણ કે, કેજરીવાલ વિકાસ પર કોઇ જવાબ નથી આપી શક્તા.
ETV ભારતે ફડણવીસને સવાલ પૂછ્યો કે, કેમ આવા વિવાદીત નિવેદનનો સાથ આપી રહ્યાં છે. જેની પર ફડણવીસ ભડકી ગયા હતા. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મારો મત આ જ છે, જે ભાજપનો મત છે. ભાજપનો મત છે કે, આવા નિવેદનનો સાથ આપવાનો પશ્ન જ નથી.