ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટકમાં કટોકટી કરતા પણ વધુ ખરાબ સ્થિતિ: એચ.ડી દેવેવૌડા - Congress

બેંગલુરુ: કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય કટોકટી વચ્ચે ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવેવૌડાએ જણાવ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિ 'આપાતકાલથી વધુ ખરાબ છે’. તમને જણાવી દઇએ કે, કોંગ્રેસ એમ.ટી.બી નાગરાજ અને કે.સુદ્ધાકરના રાજીનામા આપ્યા પછી અત્યાર સુધી 16 વિધાનાના ધારાસભ્યો દ્વારા રાજીનામા અપાયા છે.

Emergencey

By

Published : Jul 10, 2019, 10:17 PM IST

કર્ણાટકના બાગી ધારાસભ્યોને મળવા માટે મુંબઇ ગયેલા કોંગ્રેસના પ્રધાન ડી.કે. શિવકુમારને હોટેલમાં પ્રવેશ મેળવવાથી રોકવા બાબતે ગુસ્સે થઇને પૂર્વ વડાપ્રધાને જણાવ્યું છે કે, 60 વર્ષમાં જાહેર જીવનમાં આવા સંજોગો ક્યારેય જોવા મળ્યા નથી.

દેવેવૌડાએ કહ્યું કે, લોકશાહી જોખમમાં છે. તેમણે બધા જ રાજકીય દળને આંતરીક વિખવાદ ભુલવાનું કહી, લોકતંત્રની રક્ષા માટે આગળ આવવા જણાવ્યું છે.

તેમણે જણાવ્યું કે, મને લાગે છે કે હાલની સ્થિતિ આપાતકાલની પરિસ્થિતીથી પણ ખરાબ છે. કોંગ્રેસના પ્રધાનો હોટેલ ગયા પરંતુ રૂમ બુક કર્યા પછી પણ તેમનો હોટેલમાં પ્રવેશ થયો નહીં. મેં મારા 60 વર્ષના જાહેર જીવનમાં ક્યારેય એવું નથી જોયું'

દેવેગૌડાએ આ વાત કર્ણાટકની સરકાર પાડવાના BJPના કથિત પ્રયાસોના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ કરેલા વિરોધ સમયે આ વાત કહી હતી.

ABOUT THE AUTHOR

...view details