ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજ્યસભા ચૂંટણી લડશે પૂર્વ PM એચ.ડી. દેવગૌડા, કોંગ્રેસ કરી શકે છે સમર્થન - કર્ણાટકા ન્યૂઝ

પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા કર્ણાટકથી રાજ્યસભા ચૂંટણી લડી શકે છે. જનતા દળ સેક્યુલર (જેડીએસ) તરફથી એચડી દેવગૌડા ઉમેદવાર બનશે. એચડી દેવગૌડાને કોંગ્રેસનો સાથ પણ મળી શકે છે. જો કે, આ સંબંધે સત્તાવાર નિવેદન સામે આવ્યા નથી.

Etv Bharat, Gujarati News, Deve Gowda to contest June 19 Rajya Sabha polls from Karnataka
Deve Gowda to contest June 19 Rajya Sabha polls from Karnataka

By

Published : Jun 8, 2020, 1:45 PM IST

બેંગ્લુરૂઃ પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા કર્ણાટકથી રાજ્યસભા ચૂંટણી લડી શકે છે. જનતા દળ સેક્યુલર (જેડીએસ) તરફથી એચડી દેવગૌડા ઉમેદવાર બનશે. એચડી દેવગૌડાને કોંગ્રેસનો સાથ પણ મળી શકે છે. જો કે, આ સંબંધે સત્તાવાર નિવેદન સામે આવ્યા નથી.

રાજ્યસભા ચૂંટણી માટે એચડી દેવગૌડા જેડીએસ તરફથી ઉમેદવાર બનશે. શું કોંગ્રેસ દેવગૌડાના નામાંકનને સમર્થન કરશે? આ પ્રશ્ન પર કર્ણાટકના કોંગ્રેસના અધ્યક્ષ ડી કે શિવકુમારે કહ્યું કે, અમારા નેતા સોનિયા ગાંધી આ સંબંધમાં અંતિમ નિર્ણય લેશે.

ડીકે શિવકુમારે કહ્યું કે, કોંગ્રેસ એક ધર્મનિરપેક્ષ પાર્ટી છે. તેમણે કહ્યું કે, અમે સ્પષ્ટ કરીએ છીએ કે, અમે ભાજપને કોઇ ત્રીજા ઉમેદવારને રાજ્યસભા ચૂંટણી જીતવા દઇશું નહીં.

આ પહેલા બેંગ્લુરૂમાં કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC) કાર્યાલયમાં કોંગ્રેસ નેતાઓએ એક બેઠક કરી હતી. જેમાં કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ઉભા રહેશે અને ડીકે શિવકુમારની ઉપસ્થિતિમાં રાજ્યના પાર્ટી ધારાસભ્ય પણ હાજર રહેશે.

ABOUT THE AUTHOR

...view details