બેંગ્લુરુઃ રાજ્યસભાની ચૂંટણી 19 જૂને યોજાવાની છે. જનતા દળ(એસ)ના રાજ્યસભાના ઉમેદવાર જાહેર થયા બાદ પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાએ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે.
પૂર્વ વડાપ્રધાન દેવેગૌડાએ રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકન ભર્યું - પૂર્વ વડાપ્રધાન દેવેગૌડા
રાજ્યસભાની ચૂંટણી 19 જૂને યોજાવાની છે. જનતા દળ(એસ)ના રાજ્યસભાના ઉમેદવાર જાહેર થયા બાદ પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાએ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે.
પૂર્વ વડાપ્રધાનની સાથે તેમના પુત્ર અને પૂર્વ મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામી, પૂર્વ પ્રધાન એચડી રેવાન્ના અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યાં હતા. દેવે ગૌડાએ વિધાનસભા સચિવ એમ.કે. વિશાલક્ષી સમક્ષ પોતાનું ફોર્મ ભર્યું હતું. રાજ્યસભાની ચૂંટણી માટે તેઓ ચૂંટણી અધિકારી તરીકે નિમાયા છે. જનતા દળ (એસ)એ સોમવારે દેવેગૌડાને પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા.
આ નિર્ણયની ઘોષણા કરતાં કુમારસ્વામીએ કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, વિવિધ રાષ્ટ્રીય નેતાઓ અને પક્ષના ધારાસભ્યોની વિનંતી બાદ દેવેગૌડા રાજ્યસભાની ચૂંટણી લડવા સંમત થયા છે. તેમણે કહ્યું કે, રાજ્યસભાની ચૂંટણી માટે તેમને તૈયાર કરવાનું સરળ કાર્ય નહોતું.