હૈદરાબાદઃ વાયુસેના એકેડમી ડુંડીગલમાં પાસિંગ આઉટ પરેડનું આયોજન કરાયું હતું. સંયુક્ત સ્નાતક પરેડ બાદ દેશને 19 મહિલા અધિકારી સહિત 123 વાયુ યોદ્ધા મળશે. આ પરેડમાં ભારતીય વાયુસેનાના ફ્લાઈટ્સ કેડેટ્સના પ્રી- કમિશનિંગ પ્રશિશણના સફળ સમાપનના પ્રતીક હતા. નોંધનીય છે કે, આ પરેડમાં RKS ભદૌરિયા હૈદરાબાદ પહોંચ્યાં હતા.
સૈનિકોને સંબોધન કરતા એર ચીફ માર્શલે કહ્યું હતું કે, અમે દરેક અકસ્મિકતાનો જવાબ આપવા માટે તૈયાર છીએ. હું દેશને ખાતરી આપું છું કે અમે પરિસ્થિતિનો સામનો કરવા માટે કટિબદ્ધ છીએ અને ગાલવાન ખીણના બહાદુર લોકોના બલિદાનોને ક્યારેય નિરર્થક થવા દઈશું નહીં.
વાયુસેના હાઈ ઓપરેશલ અલર્ટ પર...
આ સમયે ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે આર્મી સજાગ છે. બુધવાર મોડી રાત્રે વાયુસેનાના ચીફ આર.કે.એસ. ભદૌરીયાએ લેહ એરબેઝની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે હવાઈ દળ હાલમાં લેહ-લદાખ ક્ષેત્રમાં એલર્ટ પર છે, તેવા સંજોગોમાં આ પ્રવાસનું મહત્વ ખૂબ વધારે હોવાનું જણાવ્યું હતું.