નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીર પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મહેબૂબા મુફ્તીની મુક્તિની માગ કરી છે. આપને જણાવી દઈએ કે મહેબૂબા જમ્મુ-કાશ્મીરમાં પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) હેઠળ કસ્ટડીમાં છે. શુક્રવારે તેમની કસ્ટડીમાં ત્રણ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે.
મહેબૂબા મુફ્તીની અટકાયતથી લોકશાહીને નુકસાન: રાહુલ ગાંધી - જમ્મુ કાશ્મીરમાં કલમ 370
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીર પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મહેબૂબા મુફ્તીની મુક્તિની માગ કરી છે. તેમણે કહ્યું કે, જ્યારે ભારત સરકાર રાજકીય નેતાઓની ગેરકાયદે અટકાયત કરે છે ત્યારે લોકશાહીને નુકસાન થાય છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, જ્યારે દેશની સરકાર રાજકીય નેતાઓની ગેરકાયદે અટકાયત કરે છે ત્યારે ભારતની લોકશાહીને નુકસાન થાય છે. લગભગ એક વર્ષથી કસ્ટડીમાં રહેલા મહેબૂબાની મુક્તિ અંગે તેમણે કહ્યું, "આ સમયે મહેબૂબાને મુક્ત કરવાની જરૂર છે".
આ અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે પણ શનિવારે કહ્યું હતું કે, પીડીપી નેતા મહેબૂબા મુફ્તીની જાહેર સલામતી અધિનિયમ હેઠળ કસ્ટડી વધારવી એ કાયદાના દુરૂપયોગ અને દેશના દરેક નાગરિકના 'બંધારણીય હક્ક પર હુમલો' છે. તેમણે મહેબૂબાને તાત્કાલિક મુકત કરવાની માગ કરી હતી.