ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAA વિરોધ: જામિયાના પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ ખોલ્યું ડિટેન્શન સેન્ટર - CAA

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા અને NRCના વિરોધમાં જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં પ્રદર્શન થઈ રહ્યું છે. છેલ્લા 28 દિવસોથી આ વિરોધ પ્રદર્શન વચ્ચે ત્યા ડિટેન્શન સેન્ટર ખોલાયું છે. આ ઉત્તર ભારતનું પહેલુ ડિટેન્શન સેન્ટર છે.

detention center opened in jamia university
જામિયાના પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ ખોલ્યું ડિટેશન સેન્ટર

By

Published : Jan 10, 2020, 1:22 PM IST

જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આ પ્રદર્શન વચ્ચે ત્યા એક ડિટેન્શન સેન્ટર ખોલવામાં આવ્યું છે.

શા માટે ખોલવામાં આવ્યું છે ડિટેન્શન સેન્ટર?

જામિયા યુનિવર્સિટીમાં ખોલાયેલુ આ ડિટેન્શન સેન્ટર સરકાર દ્વારા ખોલાયું નથી. આ ડિટેન્શન સેન્ટર વિદ્યાર્થીઓએ ખોલ્યુ છે. જેને તેઓ હિરાસત કેન્દ્ર પણ કહી રહ્યા છે. આ કેન્દ્રમાં કેદ થઈને પ્રદર્શનકારીઓ CAA અને NRCનો વિરોધ કરે છે.

નાગરિકતા સંશોધન કાયદો નાબૂદ કરવા માગ

ડિટેન્શન સેન્ટરમાં રહેલા PHDના વિદ્યાર્થીએ કહ્યું કે, આ કાયદો સંવિધાન વિરોધી છે. વડા પ્રધાન મોદી અને અમિત શાહ દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. કંઈપણ થઈ જાય અમે આ ડિટેન્શન સેન્ટરમાં રહીને વિરોધ કરતા રહેશુ. જામિયા અને શાહિન બાગમાં 15 ડિસેમ્બર, 2019થી સતત વિરોધ થઈ રહ્યો છે.

ઉત્તર ભારતનું પહેલું ડિટેશન સેન્ટર

આ ડિટેન્શન સેન્ટર વિદ્યાર્થીઓએ ભલે વિરોધ પ્રદર્શન કરવા બનાવ્યું છે, પરંતું આ ડિટેન્શન સેન્ટરને ઉત્તર ભારતનું પહેલું ડિટેન્શન સેન્ટર માનવામાં આવે છે. કેમ કે આ પહેલા સરકારે આસામમાં ઘણા ડિટેન્શન સેન્ટર ખોલ્યા છે. જો કે, વડા પ્રધાને પોતાના ભાષણમાં કહ્યું હતું કે, દેશમાં એક પણ ડિટેન્શન સેન્ટર નથી.

ABOUT THE AUTHOR

...view details