ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચીનના પ્રતિકાર છતાં કૉવિડની સ્વતંત્ર અને વૈશ્વિક સમીક્ષા કરવી જરૂરી- ઑસ્ટ્રેલિયન એલચી - ચીનના પ્રતિકાર છતાં કૉવિડની સ્વતંત્ર અને વૈશ્વિક સમીક્ષા કરવી જરૂરી

વિશ્વ સંસ્થા દ્વારા યોગ્ય સમયે કૉવિડ-૧૯ મહામારી ફાટી નીકળવાનાં કારણોની વૈશ્વિક સ્વતંત્ર સમીક્ષાની માગણી કરવાનું ચાલુ રાખશે તેમ તેના ભારતમાં નિયુક્ત ઉચ્ચ આયુક્ત (હાઇ કમિશનર) બેરી ઑ ફેરેલે કહ્યું હતું. તપાસ માટે જો ઑસ્ટ્રેલિયા માગણી કરવાનું ચાલુ રાખશે તો ચીન દારૂ અને ગોમાંસ આયાત કરવાનું અટકાવી દેશે તેવી ચીનના કેનબેરામાં એલચીએ ધમકી આપી છતાં ઑસ્ટ્રેલિયાના ઉચ્ચ આયુક્તે આમ કહ્યું હતું. જો ન્યૂઝીલેન્ડ આ બાબતે ઑસ્ટ્રેલિયા સાથે ઊભું રહેશે તો તેને પણ વેપારનાં પરિણામો ભોગવવાં પડશે તેવી ચીને ધમકી આપી હતી તેમ અહેવાલો કહે છે. "ઑસ્ટ્રેલિયા જેને સિદ્ધાંતોની બાબતો માને છે તે મુદ્દાઓ પર બોલવાનું તે ચાલુ રાખશે." તેમ ઉચ્ચ આયુક્તે કહ્યું હતું.

ચીનના પ્રતિકાર છતાં કૉવિડની સ્વતંત્ર અને વૈશ્વિક સમીક્ષા કરવી જરૂરી- ઑસ્ટ્રેલિયન એલચી
ચીનના પ્રતિકાર છતાં કૉવિડની સ્વતંત્ર અને વૈશ્વિક સમીક્ષા કરવી જરૂરી- ઑસ્ટ્રેલિયન એલચી

By

Published : May 17, 2020, 7:30 PM IST

વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્મા સાથે ખાસ વાતચીતમાં, નવા એલચી જેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ કાર્યભાર સંભાળ્યો છે તેમણે કહ્યું હતું કે આ સમીક્ષાને કોઈ ચોક્કસ દેશ પ્રત્યે લક્ષ્યાંકિત તરીકે જોવી ન જોઈએ અને પારદર્શિતાની ખાતરી કરવા માટે સંયુક્ત રાષ્ટ્રો સ્તરની સ્વતંત્ર સંસ્થા દ્વારા તે હાથ ધરાવવી જોઈએ. ચીન દ્વારા 'હૂ'માંથી તાઇવાનને કાઢી મૂક્યું ત્યારથી તાઇવાન 'હૂ'માં નિરીક્ષક છે. શું ઑસ્ટ્રેલિયા તેને પાછા લેવાની માગણી કરશે તેવું પૂછતાં ઉચ્ચ આયુક્તે કહ્યું હતું કે "જો તમે રાષ્ટ્ર હો, જો તમારે કોઈ પ્રકારની સરકાર હોય, જો તમારી પાસે તમારી સીમાની અંદર જીવતા માણસો હોય તો તમે 'હૂ'ના ભાગ હોવા જોઈએ કારણકે તમે રોગ સામે અભેદ્ય નથી અને સંગઠન પ્રતિસાદ વિકસાવવામાં મદદનો હેતુ ધરાવે છે." તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી થોડાં સપ્તાહોમાં 'હૂ'ના કાર્યકારી મંડળના અધ્યક્ષ તરીકે ભારત જોડાશે તે આંતરરાષ્ટ્રીય સમુદાય માટે હકારાત્મક ઘટનાક્રમ હશે.

ચીનના પ્રતિકાર છતાં કૉવિડની સ્વતંત્ર અને વૈશ્વિક સમીક્ષા કરવી જરૂરી- ઑસ્ટ્રેલિયન એલચી

કૉવિડ-૧૯ કટોકટી સામે લડવા વહેલા પગલાં લેવા માટે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરતા, એલચીએ ભારપૂર્વક કહ્યું હતું કે ભારત એવા દેશો પૈકીનો છે જે આ મહામારીમાંથી બહાર આવશે અને વિકસશે અને તે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સૌથી અગત્યની ભૂમિકા નિભાવશે. "વડા પ્રધાન મોદીના વહેલા પગલાં અને આ અભૂતપૂર્વ રાષ્ટ્રીય ઘર-વાસને લોકોનો પ્રતિસાદ એક લોકશાહીમાં અભૂતપૂર્વ છે. જ્યાં સરમુખત્યારશાહી છે તેવા દેશોમાં ઘર-વાસ બહુ સરળ છે. અમે થોડાક પ્રાંતોમાં અને થોડાંક શહેરોમાં ચીનનો ઘર-વાસ જોયો. પરંતુ વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં નાગરિકો દ્વારા રાષ્ટ્રીય સ્વૈચ્છિક ઘર-વાસ છે." તેમ ઉચ્ચ આયુક્તે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે વૈશ્વિક પૂરવઠા શ્રૃંખલામાં મોટી ભૂમિકા ભજવવાની ભારતની મહત્ત્વાકાંક્ષાનું ઑસ્ટ્રેલિયા સમર્થન કરે છે અને વૈશ્વિક મેન્યુફૅક્ચરિંગ કેન્દ્ર બનવાની તેની ગંભીર ક્ષમતા માટે વિશ્વને સંકેત આપવા માટે આરસીઇપીમાં આવવાનો આ સારો સમય છે.

ઑસ્ટ્રેલિયાઈ ઉચ્ચ આયુક્તે કહ્યું હતું કે અનેક યુનિવર્સિટીના અભ્યાસક્રમોને કેમ્પસથી હવે ઑનલાઇન થવા ફરજ પડી છે ત્યારે શિક્ષણ એ બંને દેશો વચ્ચેના સંબંધોના મજબૂત પાસા તરીકે ચાલુ રહેશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પહેલાં એવા દેશોમાં હશે જેમની ફ્લાઇટ ભારત કોરોના વાઇરસના ઘર-વાસ પછી તરત જ ચાલુ કરશે. આનું કારણ આ બંને દેશો દ્વારા કોરોના વાઇરસને જે રીતે સંભાળાયો છે તે છે. આ ખાસ વાતચીતના અહીં કેટલાક અંશો પ્રસ્તુત છે.

ચીનના પ્રતિકાર છતાં કૉવિડની સ્વતંત્ર અને વૈશ્વિક સમીક્ષા કરવી જરૂરી- ઑસ્ટ્રેલિયન એલચી

—————————————

પ્રશ્ન- કૉવિડ પછીના સમયમાં ભારત- પ્રશાંત ક્ષેત્રમાં મહત્ત્વનું પરિવર્તન શું હશે? શું સત્તા પશ્ચિમથી ખસકી પૂર્વ પાસે આવશે?

જવાબ - આ ક્ષેત્રમાં મહત્ત્વના પરિવર્તનમાં આ દેશ ભારતનો સમાવેશ થાય છે જે કદાચ બહુ થોડા દેશોમાંનો એક છે જે કૉવિડ કટોકટીમાંથી બહાર આવી વિકસશે તેવી આગાહી કરાઈ છે. ભારતે થોડાં પાછલાં વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ જ સક્રિયતા દેખાડી છે. ભારતે આ કટોકટીમાં માત્ર તેના પડોશી દેશો સાથે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં દવાઓ, પીપીઇ વગેરે સહાય પૂરી પાડીને સ્પષ્ટ રીતે નેતૃત્વ દેખાડ્યું છે કેમ કે બીજા દેશો આ કટોકટી સામે લડવામાં સંઘર્ષ કરી રહ્યા હતા. ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે તે હકીકત આ ક્ષેત્ર માટે સારી બાબત છે અને ભારત-પ્રશાંત ક્ષેત્ર માટે પણ સારી બાબત છે, જે અનેક રીતે મહત્ત્વની બાબત છે. માત્ર ટોચના દસ સૈન્ય ખર્ચ કરનાર પૈકીના છ જ નહીં, પરંતુ છ વૈશ્વિક અર્થતંત્રો પૈકી પાંચ આ દાયકાની અંદર અપેક્ષિત છે. અમે ઑસ્ટ્રેલિયા અને ભારતને જોઈએ છીએ અને મને શંકા છે કે ઇન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરથી હિન્દ મહાસાગર અને અગ્નિ એશિયામાં કોઈ મજબૂત ભૂમિકા ભજવી શકશે.

પ્રશ્ન- અમેરિકામાં આ ચૂંટણીનું વર્ષ છે. શું અમેરિકા વૈશ્વિક નેતૃત્વ અંગે વધુ સાવધ અથવા પ્રતિકૂળ બની જશે?

જવાબ- મારો અંગત દૃષ્ટિકોણ અમેરિકામાં છેલ્લાં થોડાં વર્ષો આપણે બંને બાજુએ પ્રશાસનો દ્વારા પહોંચવા અને સક્રિય થવા જે ઓછી ઈચ્છા જોઈ તેના દ્વારા છે. હું વિદેશ પ્રધાન જયશંકરે બ્રુનેઇમાં માર્ચમાં આપેલા ભાષણને ટાંકું છું જેમાં તેમણે રાષ્ટ્રવાદ અને સ્પર્ધા દ્વારા વિશ્વનો ક્રમ ઉખાડાઈ રહ્યો છે તેના વિશે વાત કરી હતી. પરિણામે આના જેવા સમયે જ્યારે તમે તમે મુદ્દાઓ ઉકેલવા દેશો સાથે સહકાર ઝંખતા હો ત્યારે તમારે વધુ અને વધુ અલગ-અલગ સંબંધો થતા હોય છે.

પ્રશ્ન- શું તમે એવું વિશ્વ જુઓ છો જેમાં કૉવિડથી લાંબા ગાળા સુદી વિશ્વ રાષ્ટ્રવાદ અને સુરક્ષા તરફ પાછું વળસે? દેશો વધુ અંતર્મુખી બનશે?

જવાબ- રાજદ્વારીઓ માટે મુદ્દો એ છે કે અલગ-અલગ સ્તરે કામ કરવા માટે સમાજોને મદદ કરનાર નિયમો અને ધોરણો કયાં રહે છે? જો આપણે દરિયાઈ ક્ષેત્ર તરફ જોઈએ તો જહાજ ઉદ્યોગ નિયમો અને ધોરણોની શ્રેણી મુજબ સંચાલન કરે છે જેનું સંચાલન યુએનસીએલઓએસ (યુનાઇડેટ નેશન્સ કન્વેન્શન ઑફ ધ લૉ ઑફ સીસ) મુજબ થાય છે. જો દેશો સ્પર્ધાત્મક ફાયદો અથવા રાષ્ટ્રવાદના લીધે તેમાં હસ્તક્ષેપ કરવા કે વિક્ષેપ કરવાનું શરૂ કરી દે તો વિશ્વ માટે સમસ્યા થઈ જશે. આપણે જે જોઈએ છીએ તે પુનઃસંતુલન અને પરિવર્તન છે. જેમ આપણે બીજા વિશ્વ યુદ્ધની બહાર તે પછીનાં આગામી અનેક વર્ષો માટે દેશને સંચાલનમાં મદદ કરનાર વિકલ્પો સાથે બહાર આવ્યા તેમજ મને લાગે છે કે આપણે આવી કેટલીક વ્યવસ્થાઓમાં પુનઃસંતુલન જોઈશું.

પ્રશ્ન- ઑસ્ટ્રેલિયામાં ચીની એલચીએ ચેતવણી આપી હતી કે જો ઑસ્ટ્રેલિયા કોરોના વાઇરસના મૂળ માટે આંતરરાષ્ટ્રીય તપાસની અપીલ કરવાનું શરૂ રાખશે તો ચીન ઑસ્ટ્રેલિયા પાસેથી દારૂ અને ગોમાંસ આયાત કરવાનું બંધ કરી દેશે. તેણે ન્યૂઝીલેન્ડને પણ વેપારનાં પરિણામોની ધમકી આપી હતી. અહીંથી સ્થિતિ કેવી આકાર લેશે?

જવાબ- ભારતની જેમ ઑસ્ટ્રેલિયા 'હૂ'નું મિત્ર છે. આપણે તેને અમારી પડોશણાં ખૂબ જ કામ કરતા જોવા માગીએ છીએ, ખાસ કરીને પ્રશાંત મહાસાગરમાં અમારા દૃષ્ટિકોણથી. મહામારીની તીવ્રતા જોતાં સમજની વાત એ છે કે આપણે એ જોવાનું બંધ કરી દઈએ કે આપણે આગામી મહામારીને અટકાવવા અને ધીમી કરવા માટે વધુ સારી રીતે તૈયાર છીએ કે કેમ? નિઃશંક બીજી મહામારી આવશે જ. જ્યારે લોકો કૉવિડની ચુંગલમાંથી બહાર આવી જઈએ ત્યારે યોગ્ય સમયે સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય સમીક્ષાને ઑસ્ટ્રેલિયા ટેકો આપે છે જેથી રોગના ફેલાવાનું આકલન કરી શકાય, દેશોએ લીધેલા અલગ-અલગ અભગિમની જાણ થાય, આ અભિગમોની આસપાસ માહિતીની કઈ રીતે આપ-લે કરી શકાય અને વૈશ્વિક પ્રતિસાદ માટે હૂની સક્રિયતા કેવી હોવી જોઈએ તેનું આકરકલન કરી શકાય. આ કોઈ એક દેશ કે સંસ્થા વિશે નથી. આ ટીકા માટેનો સમય નથી. પરંતુ આ સમય ખુલ્લાપણા અને પારદર્શિતા માટેનો હોવો જોઈએ જેથી આગામી સમયે વિશ્વને આવી બાબત ન જોવી પડે અને આપણે વધુ સારી રીતે સામનો કરી શકવાની સ્થિતિમાં હોઈએ.

પ્રશ્ન- પરંતુ જો સમીક્ષા માટેનું આહ્વાન જો કોઈ ચોક્કસ દેશ માટે ન હોય તો એલચીએ ચીન પર લઈને આવી પ્રતિક્રિયા કેમ આપી અને પરિણામોની ધમકી કેમ આપી? શું ઑસ્ટ્રેલિયા સ્વતંત્ર તપાસ માટેનું આહ્વાન કરવાનું ચાલુ રાખશે?

જવાબ- જ્યારે વડા પ્રધાન મોદીએ અગાઉ જી-૨૦ની વર્ચ્યુઅલ બેઠક કરવાની સફળતાપૂર્વક વિનંતી કરી ત્યારે તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા તેમાંનો એક મુદ્દો 'હૂ'માં સુધારો હતો. આ ત્રાસદાયક મહામારી જેના લીધે અનેકોનો પ્રાણ ગયો છે અને વિશ્વના અનેક અર્થતંત્રનોને મોટી કિંમત ચૂકવવી પડી છે તેના અંતે અનેક દેશો જાણવા માગતા હશે કે આપણે હવે પછી મહામારી આવે તો તેનો સામનો કરવા વધુ સારી રીતે તૈયાર હોઈએ અને આશા રાખીએ કે તેની એવી જ અસર થશે. જો તમે પૂછો કે ચીને શા માટે પ્રતિક્રિયા આપી તો તમારે કદાચ ભારતમાં ચીનના દૂત સાથે વાત કરવાની જરૂર છે. હું જે જાણું છું તે એ છે કે વેપાર હોય કે રાજકારણ, કે પછી વ્યક્તિગત જીવન, જ્યારે તમારી સામે કટોકટી આવે ત્યારે તે પછી મોટા ભાગના લોકો બેસશે અને જોશે કે આપણે વધુ સારું કઈ રીતે કરી શક્યા હોત. અને તે કોઈ એકલ-દોકલ દેશ વિશે નથી કારણકે જ્યારે આપણે વિશ્વમાં આટલી બધી જાનહાનિ જોઈએ છીએ તો ભારત કૉવિડના સંદર્ભે સારું કામ કરી રહ્યું છે, ઑસ્ટ્રેલિયા સારું કામ કરી રહ્યું છે પરંતુ મોટા, સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો છે જ્યાં મોટી આરોગ્ય પ્રણાલિઓ છે જેઓ સંઘર્ષ કરી રહ્યા છે. વિશ્વના ભલા માટે, ભવિષ્યમાં મહામારીને અવગણવા, અટકાવવા કે ઓછી કરવા, આપણે તે પાઠ ભણવા જરૂરી છે.

પ્રશ્ન- અમેરિકાનાં ૧૬ સંગઠનોના બનેલા બૌદ્ધિક સમુદાયે ગઈ કાલે જણાવ્યું હતું કે એવી સર્વમતિ છે કે કૉવિડ-૧૯ વાઇરસ માનવ સર્જિત કે જનીનિક રીતે સુધારાયેલ નથી. તેણે ઉમેર્યું હતું કે તે એ તપાસ ચાલુ રાખશે કે મહામારી ચેપી પ્રાણીઓના સંપર્કથી શરૂ થઈ કે પ્રયોગશાળામાં અકસ્માતથી શરૂ થઈ. તમારા વિચારો શું છે?

જવાબ- હું માનું છું કે આ પ્રકારનું કામ સંયુક્ત રાષ્ટ્રો સાથે સંકળાયેલા સંગઠન દ્વારા કરવાનું હોય છે અને નહીં કે કોઈ ખાસ દેશ દ્વારા. જો તમે યોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક રોગચાળાની આંતરરાષ્ટ્રીય સમીક્ષા કરવા માગતા હો તો આપણે બધા આશ્વસ્ત હોઈએ કે સમીક્ષા ખુલ્લી, પારદર્શક અને ચોક્કસ હશે. હું એમ નથી સૂચન કરતો કે અમેરિકા એવી વાત કહેશે જે અસત્ય હશે. પરંતુ ઑસ્ટ્રેલિયા, ભારત કે અમેરિકા જેવો એક દેશ તપાસ કરશે તો હંમેશાં આંગળી ઊઠશે કે તે કોઈ સ્થાપિત હિતવાળી છે. આથી યોગ્ય સમયે અનુમતિપ્રાપ્ત આંતરરાષ્ટ્રીય સમીક્ષા યોગ્ય રીતે હાથ ધરાવી જોઈએ.

પ્રશ્ન- ઑસ્ટ્રેલિયા તાઇવાન 'હૂ'માં પાછું ફરે તે માગણી કરી રહ્યું છે...

જવાબ- આપણે આ વર્તમાન મહામારીમાં જોયું છે કે દેશની સરહદો કોરોનાનો ફેલાવો અટકાવી શકી નથી ચાહે તે ઑસ્ટ્રેલિયા જેવો ટાપુ ખંડ કેમ ન હોય. અમે તેને આપણા દરિયાકાંઠે આવતા અટકાવી ન શક્યા કે ન તો વિશ્વનો બીજો કોઈ દેશ અટકાવી શક્યો. આથી, હૂએ ખાસ કરીને સાર્સ, ઇબોલા અને બીજા અન્ય રોગચાળા બાદ એવો દેશ હોવો જોઈએ જે વિશ્વના દરેક દેશનું પ્રતિબિંબ હોય. તે તાઇવાન કે ભારત વિશે ન હોવું જોઈએ. પરંતુ જો તમે એક દેશ હોય, જો તમારી પાસે કોઈક પ્રકારની સરકાર હોય, જો તમારી સરહદોમાં માનવો વસતા હોય તો તમે 'હૂ'નો ભાગ હોવું જોઈએ કારણકે તમે રોગથી સુરક્ષિત નથી અને સંગઠન પ્રતિસાદ વિકસાવવામાં મદદ કરવાનો આશય ધરાવે છે.

પ્રશ્ન- પરંતુ 'હૂ'ના નેતૃત્વ વિશે પ્રશ્નો ઊઠી રહ્યા છે અને આક્ષેપો ચીન તરફ થઈ રહ્યા છે. આજે સંયુક્ત રાષ્ટ્રોની અનેક સંસ્થાઓમાં ચીનના નાગરિકો નેતૃત્વની ભૂમિકામાં છે. શું તમને ખરેખર એવી સંભાવના લાગે છે કે તાઇવાનના પાછા ફરવા અંગેના દરવાજા ખુલ્લા હોય?

જવાબ- ઑસ્ટ્રેલિયા 'હૂ'નું મિત્ર છે. અમે તેને ભંડોળ આપીએ છીએ. અમે તેને તેણે અમારા ક્ષેત્ર માટે કરેલા સારા કામ માટે ભંડોળ આપવાનું ચાલુ રાખીશું. 'હૂ'માં મારો વિશ્વાસ વધી રહ્યો છે કારણકે આ વર્ષે બાદમાં ભારત સંગઠનનું અધ્યક્ષ પદ સંભાળશે અને તે આપણા બધા માટે સારું હશે કારણકે ભારત જેવા દેશ જેણે તેના ઇતિહાસમાં અનેક મહામારીઓનો સામનો કર્યો છે તે હૂની પરિષદની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે.

પ્રશ્ન- દેશો સત્તાનો ઉપયોગ કરવા તરફ વધુ લલચાઈ રહ્યા છે ત્યારે જો પ્રવર્તમાન બહુસ્તરીય સંગઠનોનું વાસ્તવિક પરિવર્તન નહીં થાય તો શું નિયંત્રણ અને સંતુલન રહેશે? વૈકલ્પિક વ્યવસ્થા બનવાની કોઈ શક્યતા છે?

જવાબ- સૌ પ્રથમ આપણે સંયુક્ત રાષ્ટ્રો અને 'હૂ' જેવાં સંગઠનોમાં જે નિયમો અને ધોરણો છે તેને મજબૂત કરવા જોઈએ. અમે અમારા ક્ષેત્ર તરફ જોઈ રહ્યા છીએ અને દક્ષિણ ચીન સમુદ્ર તરફ પણ જોઈ રહ્યા છીએ. આપણે માનીએ છીએ કે તે ક્ષેત્રમાં કેટલાક વિવાદનું સમાધાન કરવા યોજનાઓ છે. એક એવા દેશ તરીકે જેનાં માત્ર જળમાર્ગમાં જ હિત નથી પરંતુ તેમાંથી પસાર થવાનું સંચાલન કરતા નિયમોમાં પણ છે, અમે આપણે જે સૈન્યવાદ જોઈ રહ્યા છીએ તે વિશે ચિંતિત છીએ. તાજેતરના સમયમાં, આપણે વિયેતનામની માછીમારી હોડી ડૂબી જતાં જોઈ છે, આ ક્ષેત્રમાં બે દેશોમાં તેલ અને વાયુનું શોધકાર્ય અટકાવી દેવાયું હતું. જ્યારે આપણી પાસે યુએનસીએલઓએસ હોય જે નિયમો અને ધોરણો બનાવે છે અને તે માનવા દરેક દેશ બંધાયેલો હોય ત્યારે આવી બાબતો અસ્વીકાર્ય બને છે. જ્યારે કોઈ દેશ તેને ન માને ત્યારે તે સ્વીકાર્ય ન બને. મારા મતે આવી બાબતો ઉકેલવાનું યોગ્ય સ્થળ સંયુક્ત રાષ્ટ્ર જ રહેશે.

પ્રશ્ન- શું તમે જર્મની, ઑસ્ટ્રેલિયા, જાપાન, ભારત વધુ પ્રતિબદ્ધ અને નિર્ણાયક ભૂમિકા ભજવે અને તેમનાં ખિસ્સા ખુલ્લાં મૂકે તેવું જોઈ રહ્યા છો?

જવાબ- જે રીતે ભારત હિન્દ મહાસાગરમાં તેની ભૂમિકા ભજવી રહ્યું છે, આથી અનકે દેશો તેના પ્રત્યે જુએ છે. અમે પણ પ્રશાંત મહાસાગરમાં ભૂમિકા ભજવી રહ્યા છીએ. આ વર્તમાન સમયમાં, આપણએ ભારત, જાપાન, રિપબ્લિક ઑફ કોરિયા, ન્યૂઝીલેન્ડ અને અમેરિકા વચ્ચે સાપ્તાહિક ભારત-પ્રશાંત સંકલન કોલ જોયા છે જેમાં અમે દરેક દેશનો કોવિડ-૧૯ પર અભિગમ જણાવતા રહ્યા છીએ અને કૉવિડ પચીના વિશ્વ અંગે પણ ચર્ચા કરી રહ્યા છીએ. કૉવિડ પછીના સમયમાં ભારત-પ્રશાંત તેમજ વિશ્વના અન્ય ભાગો જેવી બાબતો આસપાસના સંબંધો વધુ અગત્યના બનશે. ભારત- પ્રશાંત ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય સમુદાયના રાબેતા મુજબના અને પરંપરાગત નિયમો અને ધોરણો પાળતું રહે તેની ખાતરી કરવા માગતા વિશાળ ક્ષેણીના દેશો કદાચ એક સાથે આવશે અને મુક્ત તેમજ ખુલ્લો સમાજ બનાવશે જે મજબૂત અર્થતંત્રોને સમર્થન આપશે અને સરમુખત્યારવાદી અને દુષ્ટ રાજકારણથી પીઠ ફેરવી લેશે.

પ્રશ્ન- ચતુષ્કોણીય સુરક્ષા સંવાદનું ભવિષ્ય કેવું છે? જે વિદેશ મંત્રાલયના સ્તરે હોય છે? હિન્દ મહાસાગરમાં ક્ષેત્રીય હાજરી સાથે ફ્રાન્સ જેવા દેશનો સમાવેશ કરવા તેનું વિસ્તરણ થવાની કોઈ શક્યતા છે?

જવાબ- ક્વૉડ સમાન વિચારસરણીવાળી લોકશાહીઓ માટે સાઇબર ત્રાસવાદ, ત્રાસવાદ વિરોધ, સાઇબર અને દરિયાઈ સુરક્ષા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર સંકલન કરવા માટે ઉપયોગી મંચ સાબિત થયો છે. અમને આનંદ છે કે ગયા વર્ષે ક્વૉડ મંત્રાલય સ્તર સુધી આગળ વધ્યું જે ક્વૉડના મૂલ્યની દૃષ્ટિએ વધુ એક સંકેત છે.

પ્રશ્ન- ભારતના દેશવ્યાપી ઘર-વાસ પર...

જવાબ- આ વ્યથિત કરી દેનારી મહામારીના સંદર્ભે ભારતે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. જ્યારે હું ફેબ્રુઆરીમાં અહીં આવ્યો ત્યારે આ રોગ અને તેની ભારત પર અસર વિશે સર્વનાશકારી આગાહી કરાઈ રહી હતી. ગયા સપ્તાહે જાણીતાં અર્થશાસ્ત્રી શમિકા રવિએ જણાવ્યું કે જો વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રવ્યાપી ઘર-વાસ ન જાહેર કર્યું હોત તો ભારતમાં કૉવિડના ૮.૫૦,૦૦૦ કેસો હોત જેની સરખામણીએ આજે ૩૩,૦૦૦ જ છે. જે એક સારી સ્થિતિ છે.

જવાબ- વડા પ્રધાન મોદીના વહેલાં પગલાં અને લોકશાહીમાં આ અભૂતપૂર્વ રાષ્ટ્રવ્યાપી ઘર-વાસને લોકોનો પ્રતિસાદ અસાધારણ રહ્યો. સરમુખત્યારશાહી દેશોમાં ઘર-વાસનું પાલન સરળ હોય છે. આપણે ચીનનાં થોડાક પ્રાંતો અને થોડાં શહેરોમાં ઘર-વાસ જોયું છે. પરંતુ વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં નાગરિકો દ્વારા રાષ્ટ્રીય સ્વૈચ્છિક ઘર-વાસ છે. કર્ફ્યૂ વડા પ્રધાન મોદીની સાથે ઊભા રહેવાની લોકોની ઈચ્છા હતી અને આપણે જે જોયું તે ખરેખર અભૂતપૂર્વ હતું.

પ્રશ્ન- આરસીઇપીનું ભવિષ્ય શું છે અને અનેક કહે છે કે ભારતે તેમાં હસ્તાક્ષર ન કર્યા તે છુપા આશીર્વાદ સમાન રહ્યું?

જવાબ- જો ભારત ઈચ્છે તો આરસીઇપીમાં જોડાવા માટેના દરવાજા ખુલ્લા જ છે. એવી દલીલ છે કે તેમાં જોડાવા માટે અત્યાર જેવો સારો સમય બીજો કોઈ ન હોઈ શકે. વૈશ્વિક પૂરવઠા શ્રૃંખલામાં મોટી ભૂમિકા ભજવવા માટે ભારતને ઑસ્ટ્રેલિયાનું સમર્થન છે. જો ભારત અત્યારે આરસીઇપીમાં જોડાવા માગે તો તેનાથી ન માત્ર વિશ્વને સંકેત જશે કે ભારત મૂડીરોકાણ માટે ખૂબ જ સારું સ્થળ તો છે જ પરંતુ તેનામાં વૈશ્વિક મેન્યુફૅક્ચરિંગ કેન્દ્ર બનવાની સંભાવના પણ છે જે મેક ઇન ઇન્ડિયા જેવી પહેલ દ્વારા ઉદ્દેશ છે. તો ભાત માટે કટોકટીમાં આ સંભવતઃ તક છે. પરંતુ આરસીઇપી વિશેનો છેવટનો નિર્ણય ભારતે તેનાં પોતાનાં હિતોને ધ્યાનમાં રાખીને તેની પોતાની રીતે કરવાનો છે.

-સ્મિતા શર્મા

ABOUT THE AUTHOR

...view details