નવી દિલ્હીઃ ભારત સરકારે કોરોના વાયરસના સંક્રમણને રોકવા ગુરુદ્વારા કરતારપુર સાહિબ યાત્રા પર રોક લગાવી છે. ગૃહમંત્રાલયે કોરોનાના કહેરને લીધે આ નિર્ણય લીધો છે. વિશ્વભરમાં કોરોનાનો કહેર વધતો જાય છે. ભારતમાં પણ કોરોનાને લીધે બે લોકોના મોત થયા છે. જ્યારે 100 કરતાં પણ વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
કોરોના ઇફેક્ટઃ કરતારપુર સાહિબ યાત્રા અને રજીસ્ટ્રેશન પર રોક - ગુરુદ્વારા કરતારપુર સાહિબ
કોરોનાના વધતા કહેરને કારણે દેશમાં શાળાઓ, કોલેજો, થિયેટર અને અમુક સમૂહ કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં છે. આ સાથે જ ભારત સરકારે કોરોના વાયરસના સંક્રમણને રોકવા ગુરુદ્વારા કરતારપુર સાહિબ યાત્રાના રજીસ્ટ્રેશન પર રોક લગાવી છે.
kartarpur sahib corridor
આ અંગે ગૃહમંત્રાલયમાં ગુરુદ્વારા કરતારપુર સાહિબ યાત્રા રજિસ્ટ્રેશન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોધનીય છે કે, દેશમાં અનેક રાજ્યોમાં શાળાઓ, કોલેજો, સંસ્થાઓ અને થિયેટર પણ થોડા સમય માટે બંધ કરાવમાં આવ્યાં છે.