ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'અમ્ફાન'થી થયેલા વિનાશ બાદ પુનસ્થાપનના કાર્ય માટે NDRFની 10 વધારાની ટીમ તૈનાત - NDRFની 10 વધારાની ટીમો તૈનાત

મુખ્ય સચિવ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નાગરિક સંરક્ષણ, પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે વધારાની ટીમો તૈનાત કરવા માટે લેખિત વિનંતી કરવામાં આવી હતી.

NDRF
NDRF

By

Published : May 23, 2020, 6:49 PM IST

પશ્ચિમ બંગાળ : મુખ્ય સચિવ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નાગરિક સંરક્ષણ, પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે વધારાની ટીમો તૈનાત કરવા માટે લેખિત વિનંતી કરવામાં આવી હતી.

જેને લઇને દસ (10) વધારાની એનડીઆરએફ ટીમો પશ્ચિમ બંગાળ પહોંચશે અને પશ્ચિમ બંગાળની બહાર તેને ગોઠવી દેવામાં આવશે.

આ ટીમો આજે મોડી રાત સુધીમાં કોલકાતા પહોંચશે. પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં હાલમાં પુનસ્થાપનના કાર્ય માટે 26 એનડીઆરએફ ટીમો તૈનાત છે.

10 વધારાની ટીમો સાથે કુલ 36 NDRFની ટીમો પશ્ચિમ બંગાળના સાઇક્લોન( વાવાઝોડુ)થી પ્રભાવિત 6 જિલ્લાઓમાં પુનસ્થાપનના કાર્ય માટે તૈનાત થશે.

ચક્રવાત અમ્ફાનના કારણે પશ્ચિમ બંગાળમાં ભારે તારાજી સર્જાઇ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શુક્રવારે પશ્ચિમ બંગાળના ચક્રવાત અમ્ફાનથી પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે હાથ ધર્યો હતો અને પ્રારંભિક રાહત પેકેજ તરીકે રાજ્યને 1000 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details