જમ્મુથી 5000 શ્રદ્ધાળુઓનું એક ગૃપ અમરનાથ યાત્રા માટે રવાના - devout
જમ્મુ: અમરનાથ યાત્રા માટે 5273 શ્રદ્ધાળુઓનું એક ગૃપ બુધવારે જમ્મુથી રવાના થયું છે. આ વર્ષે જુલાઇથી યાત્રા શરૂ થયા પછી અત્યાર સુધી 1.2 લાખથી વધુ શ્રદ્ધાળુ બાબા બર્ફાનીના દર્શન કરી ચુકયા છે.

જમ્મુથી 5000 શ્રદ્ધાળુઓનું એક ગૃપ અમરનાથ યાત્રા માટે રવાના
પોલીસે આજે અહીં, " 5273 યાત્રીઓનું એક ગૃપને આજે સવારે ભગવતી નગર યાત્રી નિવાસની ઘાટી માટે બે સુરક્ષા કાફલા સાથે રવાના કર્યુ છે. "
પોલીસે જણાવ્યું કે, " જેમાંથી 1777 બાલટાલ આધાર શિવિક જઇ રહ્યાં છે. જ્યારે 3496 પહલગામ આધાર શિવિર જઇ રહ્યાં છે. "
રાજમાર્ગના રામબન-રામસો વિસ્તારમાં વરસાદ, ભૂસ્ખલન અને પત્થર તૂટવાથી મંગળવારે લગભગ 3 કલાક સુધી યાત્રીઓને આગળ જતા રોક્યા હતાં.
આ વર્ષે 45 દિવસની અમરનાથ યાત્ર 15 ઓગષ્ટના શ્રાવણ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થશે.