- શું કહ્યું માનવ સંસાધન વિકાસ સચિવે?
માનવ સંસાધન વિકાસ સચિવ અમિત ખરેએ કહ્યું કે, JNUના કુલપતિને હટાવવા એ કોઈ સમાધાન નથી. માનવ સંસાધન વિકાસ મંત્રાલયના અધિકારી શુક્રવારે JNUના કુલપતિ સાથે મુલાકાત કરશે ત્યાર બાદ JNU વિદ્યાર્થી સંગઠન સાથે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું ધ્યાન શૈક્ષણિક મુદ્દાઓ પર છે, નહીં કે, રાજકીય મુદ્દાઓ પર.
JNU હિંસાઃ HRD સચિવે કહ્યુ, વીસીને હટાવવા એ ઉકેલ નથી - ફી વધારો પાછો ખેંચવાનો વીસીએ ઈનકાર કર્યો
JNUમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે હસ્તક્ષેપ કર્યો હતો અને આ મુદ્દાના સમાધાન માટે ત્રણ સદસ્યોની સમિતિની રચના કરી હતી. જેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, સેવા અને યૂટિલિટી ફી UGC ચુકવશે, વિદ્યાર્થીઓ નહીં. વિદ્યાર્થીઓએ ફક્ત રૂમનું ભાડુ ચુકવવાનું રહેશે. જોકે, વિદ્યાર્થીઓ સંપૂર્ણ ફી વધારો પાછો ખેંચવાની માગ કરી રહ્યા છે.