આ બિલને સરકાર શિયાળું સત્રમાં રજૂ કરાવવાની તૈયારીમાં છે.ગુવાહાટીમાં અલગ-અલગ જગ્યાએ ધરણા કરવામાં આવ્યા છે. યુવા સંગઠન AJYCPએ રાજ્યના વિભન્ન સ્થાનો પર મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શન નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટસ ઓર્ગેનાઈઝેશન (NEOS) અને કૃષક મુક્તિ સંગ્રામ સમિતિ, આસમ જાતીયતાવાદી યુવા વિર્દ્યાર્થી પરિષદ, (AJYSP) અને લેફ્ટ ડેમોક્રેટિક મંચ, અસમ સહિત અન્યએ આયોજિત કર્યું હતું. NEOSએ પૂર્વોતર રાજ્યના રાજ્યપાલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને નાગરિકતા સંશોધન બિલ વિરુદ્ધ માહિતી મોકલી છે.
NEOS અને AASUએ અન્યની સાથે મળી ગુવાહાટીના ઉજાન બજારમાં આવેલા કાર્યાલયથી રાજભવન સુધી રેલી કાઢી અને બિલ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. ભટ્ટાચાર્યએ કહ્યું કે, આ આંદોલન આસામ અને પૂર્વોતરમાં ચાલું રહેશે.
નાગરિકતા સંશોધન બીલ વિરુદ્ધ પૂર્વોતર ભારતમાં પ્રદર્શન બિલનો કાયદો બનાવવાથી અનેક સમસ્યાઓ હલ થવાની આસમના પ્રધાન હિંમત બિસ્વ સરમાએ કહ્યું હતું. અન્યના એક નિવેદન પર ભટ્ટાચાર્યએ કહ્યું કે, તે ભાજપના વોટ બેન્ક સુરક્ષિત રાખવા માંગે છે.તેમણે કહ્યું કે, અમે નાગરિકતા સંશોધન બિલનો સ્વીકાર કરશું નહી. માટે અમે બિલ વિરુદ્ધ આંદોલન શરુ કર્યુ છે.
AASUના અધ્યક્ષ દીપાંક નાથે કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ અસમ સમુદાયનો નાશ કરશે. અહિ બાંગ્લાદેશિયોને આસમમાં ઘૂસવા માટે દરવાજા ખોલશે. મેધાલયમાં અનેક વિદ્યાર્થી યૂનિયનના સચિવાલય પાસે વિવાદીત બિલ વિરુદ્ધ ધરણા કર્યા છે.જેનાથી સમગ્ર વિસ્તારના લોકો પર નકારાત્મક અસર પડી છે.
મિજો જિરલાય પવ્લ (MZP)એ બિલ વિરુદ્ધ આઈજોલમાં એક રેલી કાઢી છે. મિઝોરમના રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈને રાજભવનમાં એક માહિતી મોકલી છે. જેમાં તેમણે કહ્યું કે, તે નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરે છે. તેમની માગ છે કે, પૂર્વોતર રાજ્યોને આનાથી દૂર રાખવામાં આવે.
નાગરિકતા સંશોધન બીલ વિરુદ્ધ પૂર્વોતર ભારતમાં પ્રદર્શન ઈટાનગરમાં NEOSના ઓલ અરુણાચલ સ્ટૂડન્ટસ યૂનિયન AASU અને અન્ય સંગઠનોએ રાજભવનની સામે બિલ વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે.કોહિમામાં જ્વાઈન્ટ કમેટી ઓન પ્રવિશન ઓફ ઈલ્લીગલ ઈમીગ્રેટસ (JCPI)એ આજે આ મુદા પર નાગાલેન્ડમાં 18 કલાક બંધનો આદેશ આપ્યો છે.આ વિવાદીત બિલ આ વર્ષ 8 જાન્યુઆરીના રોજ લોકસભામાં પાસ થયું હતું. પરંતુ આ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું ન હતુ. જેની મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે.
નાગરિકતા સંશોધન બીલ વિરુદ્ધ પૂર્વોતર ભારતમાં પ્રદર્શન આ બિલ 7 વર્ષ સુધી ભારતમાં રહી ચૂકેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફધાનિસ્તાનના હિન્દુ, જૈન, ઈસાય, શિખ બોદ્ધ અને પારસીને ભારતીય નાગરિકતા આપવાની વાત કહે છે. પરંતુ તેમની પાસે કોઈ દસ્તાવેજો નથી.