ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી સરકાર પર ફરી રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન, કહ્યું નોટબંધી બાદ દેશની અર્થવ્યવસ્થા ભાંગી

ભારતની GDPમાં ઘટાડો થતાં વિપક્ષ પાર્ટીઓ દ્વારા મોદી સરકારની આર્થિક નીતિઓ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નોટબંધીના કારણે દેશની અર્થવ્યવસ્થા ભાંગી ગઇ છે.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

By

Published : Sep 3, 2020, 1:34 PM IST

નવી દિલ્હી: રાહુલ ગાંધીએ ભારતની આર્થિક કટોકટી મુદ્દે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, 'મોદીજી કા "કેશ મુક્ત" ભારત દરઅસલ મજદૂર - કિસાન-છોટા વ્યાપારી મુક્ત ભારત હૈ...જો પાસા 8 નવેમ્બર 2016 કો ફેંકા ગયા થા...ઉસકા એક ભયાનક નતીજી 31 ઓગસ્ટ 2020 કો સામને આયા...'

રાહુલે કહ્યું કે, GDPમાં ઘટાડા સિવાય દેશમાં નોટબંધીના કારણે અર્થવ્યવસ્થા ભાંગી ગઇ છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ GDP વિકાસ દરમાં ભારે ઘટાડો થતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, અર્થવ્યસ્થાના વિનાશની શરૂઆત નોટબંધીથી થઈ હતી અને ત્યારબાદથી એક પછી એક ખોટી નીતિઓ અપનાવવામાં આવી છે.

રાહુલે કહ્યું કે, GDPમાં ઐતિહાસિક ઘટાડો - 23.9 ટકા, 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી, 120 કરોડ નોકરીઓ ખત્મ થઇ, GDP કેન્દ્ર રાજ્યોને વળતર નથી આપી રહ્યું. આ સિવાય રાહુલે કોવિડ -19 પર જણાવ્યું હતું કે, વિશ્વમાં સૌથી વધુ કોરોના કેસો અને મૃત્યુના કેસો ભારતમાં છે, સીમા પર વિદેશી ઘૂસણખોરી થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details