ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લાંબા ગાળાનું હિત વિચારી દૂર દૃષ્ટિવાળો નિર્ણય લેવો જરૂરી - galwan valley

ગલવાન ખીણમાં તાજેતરમાં જે અશાંતિ થઈ અને ચીનાઓના હાથે 20 ભારતીય સૈનિકોની વીરગતિ થઈ તેણે ભારતભરમાં ચીન સામે એક ધિક્કારની લાગણી જન્માવી છે અને ચીનના માલસામાનનો બહિષ્કાર કરવાની માગણી ઊભી થઈ છે.

Demands have been raised for a boycott of Chinese goods
લાંબા ગાળાનું હિત વિચારી દૂરદૃષ્ટિવાળો નિર્ણય લેવો જરૂરી

By

Published : Jun 25, 2020, 8:30 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ગલવાન ખીણમાં તાજેતરમાં જે અશાંતિ થઈ અને ચીનાઓના હાથે 20 ભારતીય સૈનિકોની વીરગતિ થઈ તેણે ભારતભરમાં ચીન સામે એક ધિક્કારની લાગણી જન્માવી છે અને ચીનના માલસામાનનો બહિષ્કાર કરવાની માગણી ઊભી થઈ છે. કોરોના વાઇરસથી સર્જાયેલી કટોકટીને તકમાં પરિવર્તિત કરવાના દૃષ્ટિકોણથી મોદી સરકારે ભારતના મેન્યુફૅક્ચરિંગ ક્ષેત્રને સહાય કરવા આત્મનિર્ભર ભારત પેકેજ જાહેર કર્યું છે અને વિદેશી સીધા મૂડીરોકાણ દ્વારા ભારતીય કંપનીઓની માલિકી મેળવવાની ચીનની દુષ્ટ યોજનાને રોકવા માટે વિદેશી મૂડીરોકાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

ચીન દ્વારા ઉશ્કેરણીના જવાબમાં કેન્દ્રએ ચીનથી આયાત થતી ચીજો પર ભારે આયાત ડ્યુટી નાખવા અને રેલવે, બીએસએનએલ વગેરે જેવા સરકારી કૉન્ટ્રાક્ટમાં ભાગ લેતા ચીનને અટકાવવા નિર્ણય કર્યો છે. દેશમાં સાત કરોડ નાના વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતા 40 હજાર વેપાર સંગઠનોનો સંઘ ઈચ્છે છે કે 450 શ્રેણી હેઠળ ભારતમાં આવતાં ત્રણ હજાર ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવામાં આવે. ડિસેમ્બર 2021 સુધીમાં, સરકાર ચીનમાં ઉત્પાદિત ચીજોની આયાત ઘટાડી રૂ. 1 લાખ કરોડની કરવા માગે છે. અત્યારે 5.25 લાખ કરોડની જે આયાતની અધધ રકમ છે તે બતાવે છે કે ચીને આપણા અર્થતંત્ર પર કેટલી હદ સુધી અતિક્રમણ કર્યું છે! સંસદીય પ્રવર સમિતિએ બે વર્ષ પહેલાં એ સ્પષ્ટ કર્યું હતું કે નાનાં રમકડાંથી લઈને શણનાં ઉત્પાદનો, જથ્થાબંધ દવાઓથી લઈને સાઇકલ-સુધીની 'મેડ ઇન ચાઇના' ભારે આયાતો ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદનાં સાહસો (એમએસએમઇ)નાં હિતોને પ્રતિકૂળ અસર કરી રહી છે. જોકે એમએસએમઇને ચિંતા છે કે હાલમાં કૉવિડ કટોકટીના તબક્કે જ્યારે તેઓ તમામ રીતે ઢીલા પડી ગયા છે ત્યારે ચીનથી આયાતનો એકદમ બહિષ્કાર તેમની આર્થિક સ્થિતિને વધુ બગાડી દેશે.

ભારત-ચીનના દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોનું આ 70મું વર્ષ છે. ગત એપ્રિલમાં, જ્યારે શી જિનપિંગે આશા દર્શાવી હતી કે બંને દેશો નવા સીમાચિહ્ન પર છે અને તેઓ નવી તક શોધી રહ્યા ચે, ત્યારે ભારત ચીન સાથે 60 ટકા દ્વિપક્ષીય વેપાર ખાધ તરફ જોઈ રહ્યું હતું. સીમા પર સંઘર્ષના પગલે ચીનના મુખપત્ર 'ગ્લૉબલ ટાઇમ્સ'એ ભારતને ચીનના માલસામાનનો બહિષ્કાર કરવાની માગણી પર નિયંત્રણ મૂકવા સલાહ આપી. જોકે તેને વિશ્વાસ છે કે ભારતને ચીનનાં સસ્તાં ઉત્પાદનો ગુમાવવાનું પોષાશે નહીં. એમએસએમઇનો સંઘ કહે છે કે જો આપણે ચીનને ફગાવી દઈશું તો રસાયણો, ડાય, ઇલેક્ટ્રૉનિક માલસામાન અને કાચી સામગ્રીની આયાત કરતા ઉદ્યોગોને પ્રતિકૂળ અસર પડશે કારણકે દક્ષિણ કોરિયા, જાપાન અને યુરોપમાંથી આયાત કરવાથી તેમનો ખર્ચ 25-40 ટકા વધી જશે. ભારત ચીનથી 14 ટકા આયાત કરે છે અને ચીનને માત્ર બે ટકા જ નિકાસ કરે છે તે હકીકત બતાવે છે કે કોણ કોના પર નિર્ભર છે! ભારત જે 1990 સુધી સક્રિય ફાર્માસ્યુટિકલ ઇનગ્રેડિયન્ટ (એપીઆઈ)નું અગ્રણી મેન્યુફૅક્ચર હતું તે આજે ચીનમાંથી તે 80 ટકા આયાત કરે છે.

વિશ્લેષકો કહે છે કે એપીઆઈ આયાત અટકાવવું ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો માટે જ સંકટરૂપ સાબિત નહીં થાય પરંતુ તેનાથી ભાવમાં 40 ટકાનો વધારો થશે. ચીનમાંથી આયાત અટકાવવી મુશ્કેલ જણાય છે કારણકે ડબ્લ્યુટીઓના નિયમો મુજબ, આપણે ઉત્પાદનોનાં ઊંચા ભાવો ઉપરાંત અન્ય દેશોને આવી ડ્યુટી પણ ચૂકવવાની હોય છે. ઇતિહાસ સાક્ષી છે કે જાપાના માલસામાનનો બહિષ્કાર કરવાના ચીનના પ્રયાસો અને ફ્રૅન્ચ માલસામાનનો બહિષ્કાર કરવાના અમેરિકાના પ્રયાસો સફળ નહોતા થયા. ઉદ્યોગોના સૂત્રો આયાત ક્રમશઃ ઘટાડવા માટે લાંબા ગાળાની યોજના ઈચ્છે છે; ઝડપી અને લાગણીસભર નિર્ણયો નહીં. આ સમય દૂરદૃષ્ટિથી વિવેકબુદ્ધિથી આગળ વધવાનો છે!

ABOUT THE AUTHOR

...view details