પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન બેનર્જીએ ચૂંટણી માટે સરકારી ફંડની માગ કરી છે. વધુમાં કહ્યું હતું કે, " એ ન ભુલો કે પહેલા ઇંગ્લેન્ડ, ફ્રાંન્સ, જર્મની અને અમેરિકાએ પણ EVMનો ઉપયોગ કર્યો છે. પરંતુ હવે તેને ઉપયોગ કરવાનું બંધ કરી દીધુ છે. તો તેવામાં આપણે કેમ મતપત્ર ફરી લઈ આવી શકીએ નહીં?
મમતા બેનર્જીની ફરી એક વાર EVM હટાવાની માગ, મતપત્રથી ચૂંટણી થવી જોઈએ - BLACK MONEY
કલકત્તા: તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ EVMની જગ્યાએ મતપત્ર લઈ આવવા માગ કરી છે. તેમણે આ અંગે કહ્યું હતું કે, લોકતંત્રને બચાવવા કે ચૂંટણી સમયે કાળાનાણાના ઉપયોગ પર રોક લગાવવા દેશની ચૂંટણીઓમાં સુધાર લાવવાની જરુર છે.
મમતા બેનર્જીએ પત્રકારોને જણાવ્યું કે, " 1995થી હું ચૂંટણીમાં સુધાર લઇ આવવાની માગ કરુ છું. જો ચૂંટણીમાં કાળાનાણાનો ઉપયોગને રોકવા ઈચ્છતા હોય, લોકતંત્રને બચાવવા માંગતા હોય અને રાજકીય પક્ષોમાં પારદર્શિતા કાયમ કરવા ઈચ્છતા હોય તો ચૂંટણીમાં સુધારો લઈ આવવો જ પડશે.
તેઓએ વધુમાં જણાવ્યુંં કે ચૂંટણીમાં સરકારી ફંડીગ જરૂરી છે. કારણ કે રાજકીય પક્ષ ચૂંટણી સમયે કાળાનાણાનો ઉપયોગ કરે છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખે દાવો કર્યો છે કે હાલમાં લોકસભા ચૂંટણીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા છે. હું જાણવા માગુ છુ કે પૈસા આવ્યાં ક્યાંથી ? દરેક પક્ષ તો એટલો ખર્ચ કરી શકતો નથી. આ ભ્રષ્ટાચાર છે તથા અલગ અલગ નકલી ખાતાઓમાં પૈસા ભેગા થાય છે.