રાજસ્થાન: મુખ્યપ્રધાન અશોક ગેહલોતના ગઢ ગણાતા જોધપુરમાં પ્રદેશના કોંગ્રેસના આઇટી સેલના પ્રવક્તા રાજેશ મેહતા સચિન પાયલટને રાજસ્થાનના મુખ્યપ્રધાન બનાવવાની માગ કરી રહ્યા છે.
ગેહલોતના ગઢમાંથી સચિન પાયલટને રાજસ્થાનના મુખ્યપ્રધાન બનાવવાની માગ ઉઠી - રાજસ્થાન કોંગ્રેસમાં ઘમાસાણ
રાજસ્થાનના જોધપુરમાં સચિન પાયલટના સમર્થક અને પ્રદેશના કોંગ્રેસના આઇટી સેલના પ્રવક્તા રાજેશ મેહતા પાયલટનું ખુલ્લેઆમ સમર્થન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે, રાજસ્થાનના રાજકારણમાં હવે યુવા પ્રતિભાઓને તક મળવી જોઇએ.
શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે તેઓ જોધપુરના એક શિવાલયમાં જઇ ભગવાન શિવને અભિષેક કર્યો હતો. તેમની સાથે પ્રદેશ કોંગ્રેસના હિન્દુ-મુસ્લિમ કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને સચિન પાયલટને મુખ્યપ્રધાન પદ મળે તેવી મનોકામના સાથે મંદિરમાં પૂજા તથા હવન કર્યા હતા.
રાજેશ મેહતાએ જણાવ્યું હતું કે, રાજસ્થાનના રાજકારણમાં હવે યુવા પેઢીને તક મળવી જોઈએ. જેથી રાજ્યમાં કોંગ્રેસની સરકાર મજબૂત થાય અને ત્યારબાદ દેશમાં પણ કોંગ્રેસ પક્ષ આગળ આવી શકે. સચિનના હાથમાં રાજસ્થાનની કમાન સોંપવામાં આવે તો રાજ્યમાં અનેક સકારાત્મક ફેરફાર આવી શકે તેમ છે.