ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસમાં નેતૃત્વને લઈને પક્ષના સભ્યોએ સોનિયા ગાંધીને લખ્યો પત્ર, CWCની બેઠકમાં આ અંગે થઈ શકે છે ચર્ચા - સોનિયા ગાંધી

આજે યોજાનારી કોંગ્રેસ કાર્યકારી સમિતિની (CWC) બેઠકમાં પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે તે અંગેની ચર્ચા પર પૂર્ણવિરામ લાગી શકે છે. CWCના સદસ્યો, સાંસદો, પૂર્વ કેન્દ્રીય પ્રધાનો સહિત કોંગ્રેસના ટોચના નેતાઓએ પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. આ પત્રમાં પક્ષની અંદર મોટા સંગઠનાત્મક સુધારાની પણ માગ કરવામાં આવી છે.

Sonia Gandhi offers to make way for new party chief
Sonia Gandhi offers to make way for new party chief

By

Published : Aug 24, 2020, 3:10 AM IST

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાર્ટીમાં અનિશ્ચિતતા અને ઉદ્દેશ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે, પાર્ટીને અસરકારક અને સક્રિય નેતૃત્વની જરૂર છે. આ વાત ભાર મૂકવો જોઇએ તેમ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું.

ઈટીવી ભારતે કોંગ્રેસના નેતાઓનો સંપર્ક કર્યો હતો, જેમાં કેટલાક નેતાઓ એ વાત પર સહમત થયા હતા કે, તેઓએ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં પાર્ટીમાં નેતૃત્વ બદલવાનો ઉલ્લેખ કર્યો છે અને હસ્તાક્ષર કર્યા છે. જોકે, આ અંગે કોંગ્રેસના કોઈ પણ નેતાએ વાત કરવાનું ટાળ્યું હતું.

સોનિયા ગાંધીને લખાયેલા પત્ર અંગે કોંગ્રેસના જ એક પૂર્વ સાંસદે કહ્યું કે, 'આ પત્ર કોંગ્રેસ પાર્ટીનો આંતરિક મામલો છે. હું આ અંગે વિગતો આપી શકું નહીં.

તેમણે કહ્યું કે, આજે મળનારી CWCની બેઠકમાં આ ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details