- મુંબઈના વકીલ રિઝવાન સિદ્દીકીએ એટર્ની જનરલને લખ્યો પત્ર
- સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા સામે કાર્યવાહી કરવા માગ
- કોર્ટની અવમાનનાની કાયદેસરની કાર્યવાહી કરવાની માગ
નવી દિલ્હીઃ ખાનગી ચેનલના સંપાદકના જેલમાંથી છૂટ્યા તે મામલે મુંબઈના વકીલ રિઝવાન સિદ્દીકીએ એટોર્ની જનરલે પત્ર લખી સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા સામે કોર્ટની અવમાનનાની કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.
કુણાલ કામરાએ અર્નબને જામીન આપવા પર સુપ્રીમની ટીકા કરી હતી
આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે અર્નબ ગોસ્વામીને બુધવારે જામીન આપ્યા હતા. જે અંગે કુણાલ કામરાએ અર્નબ ગોસ્વામીને જામીન આપવા પર સુપ્રીમ કોર્ટની ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે વર્ષ 2018માં ઈન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાઈકે કથિત રીતે કરેલી આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલામાં ખાનગી ચેનલના સંપાદકનેા જામીન મંજૂર કર્યા હતા. અર્નબ ગોસ્વામીને બુધવારે સાંજે નવી મુંબઈની તલોજા જેલમાંથી છોડી દેવામાં આવ્યા હતા. પોલીસે તેમની 4 નવેમ્બરે ધરપકડ કરી હતી.