આ દરમિયાન બલૂચિસ્તાન ફ્રી આંદોલનમાં પાકિસ્તાન પર પરમાણુ હથિયારો વપરાશ પર પ્રતિબંધ લગાવવાનો તથા બલૂચિસ્તાનમાં કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણની તપાસ કરવાની માંગ કરી છે. આંદોલનકારી મુમતાજ બલૂચે આંદોલન બાબતે નિવેદન કર્યુ હતું કે, પાકિસ્તાને 27 માર્ચ 1948માં બલૂચ પર કબ્જો કર્યો હતો ત્યારથી બલૂચ વિસ્તારના સ્થાનિકો પર અત્યાચાર કરવામાં આવે છે. પાકિસ્તાન દ્વારા તેઓને માર મારવામાં આવે છે. તે ઉપરાંત અનેક લોકોની હત્યા પણ કરવામાં આવે છે.
જર્મનીમાં પાકિસ્તાનનો વિરોધ, પરમાણું હથિયાર પર પ્રતિબંધ મુકવાની માગ - gujarati News
હનોવરઃ બલૂચિસ્તાનને મુક્ત કરવા મુદ્દે પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે જર્મનીના હનોવર વિસ્તારમાં ફ્રી બલૂચિસ્તાનના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 28 મે, 1998ના રોજ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ બલૂચિસ્તાનમાં કરાયું હતું. જેને લઇને આ વિરોધ સતત કરવામાં આવે છે.

પાકિસ્તાને કરેલા પરમાણુ પરીક્ષણની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે નિવેદન આપ્યું હતું કે, દેશની પરમાણુ શક્તિને સંપન્ન કરવાના નિર્ણયને વિજયી અને અપરાજીત બનાવી છે. આ પરમાણુ પરીક્ષણ વડાપ્રધાન નવાઝ શરીફના નેતૃત્વ હેઠળ જ કરવામાં આવ્યું હતું.
ભારતે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતે 11મે 1998ના દિવસે પરમાણુ પરીક્ષણ કર્યું હતું ત્યારબાદ ગણતરીના દિવસોમાં જ પાકિસ્તાને બલૂચ ખાતે પરમાણુ પરીક્ષણ કર્યુ હતું.