જાહેર થયેલા આંકડાઓ મુજબ જોઈએ તો, બપોર એક વાગ્યે એક્યુઆઈ ખરાબ હાલતમાં 337 પર પહોંચ્યો હતો, જે સવારે 10 વાગ્યે 206 પર હતો. જેને સ્વાસ્થ્ય માટે ખરતનાક માનવામાં આવે છે.
દિવાળીના તહેવાર બાદ દિલ્હીની હવા બની ઝેર - વાયુ ગુણવત્તા સૂચકાંક
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ઝેર બની રહી છે. દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) બુધવાર બપોર બાદ અતિ ખરાબ થયું છે. આવું એટલા માટે બન્યું છે કે, દિવાળીના ત્રણ દિવસમાં હવાની ઝડપમાં કમી આવવાના કારણે બન્યું છે. જેથી રાજધાની દિલ્હી ગેસ ચેમ્બર બની ગઈ છે. દિલ્હીનો એક્યુઆઈ 423ની ગણતરી સાથે ગંભીર પરિસ્થિતિમાં આવી ગયો છે. જે આ સીઝનનો સૌથી હાઈ લેવલ પર છે. પીએમ 2.5 પણ ગંભીર શ્રેણીમાં છે, જો પીએમ 10,421 પર જશે તો ખરાબ શ્રેણીમાં આવી જશે.
air pollution delhi
એક્યુઆઈનું માપ 300થી વધી જતાં સ્વાસ્થ્ય પર ગંભીર ખતરાની નિશાની બતાવે છે.
એક્યુઆઈ મંગળવારે અત્યંત ખરાબ રહ્યું હતું. પણ બુધવારે સવારે પાંચ વાગ્યે તેમાં ઘટાડો થયો હતો.