નવી દિલ્હીઃ પ્રાદેશિક હવામાન કેન્દ્ર તરફથી મળતી માહિતી અનુસાર, સવારે 6.10 વાગ્યે સફદરજંગ વિસ્તારમાં ન્યૂનતમ 4.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. સવાર સવારમાં શહેરના અનેક વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળી હતી. જ્યારે સવારે 8 વાગ્યા સુધી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિઝિબિલિટી 800 મીટર નોંધાઈ હતી. એટલે આજે દિલ્હીમાં સિવિયર કોલ્ડ ડે હોવાની વાત હવામાન વિભાગે કરી છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે તેવી હવામાન વિભાગે જણાવ્યું છે.
રાજસ્થાનના 10 જિલ્લામાં ભારી ઠંડી રહેવાની ચેતવણી
રાજસ્થાનની વાત કરીએ તો માઉન્ટ આબુમાં તાપમાન શૂન્યથી પણ નીચે જતુ રહ્યું છે. રેતાળ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું. રાજ્યના 10 જિલ્લા શ્રીગંગાનગર, હનુમાનગઢ, બીકાનેર, જેસલમેર, ચૂરુ, અલવર, ભરતપૂર, બુંદી, સીકર અને ઝુંઝુનુમાં 21 ડિસેમ્બર સુધી ભારી ઠંડી રહેવાની હવમાન વિભાગે ચેતવણી આપી છે.