નવી દિલ્હી: દિલ્હી હિંસા મામલામાં ભડકાઉ નિવેદનોને લઈને FIR દાખલ કરવાની અરજી પર દિલ્હી પોલીસને ગુરુવાર સુધીમાં જવાબ આપવા દિલ્હી હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે. કોર્ટના નિર્દેશ બાદ દિલ્હી પોલીસ કમિશનર તમામ વીડિયો જોયા બાદ આજે જવાબ આપશે.
સ્થિતિ નિયંત્રણમાં હોવાનો પોલીસનો દાવો
દિલ્હી હિંસાને લઈને દિલ્હી પોસીલના PRO એમ.એસ. રંધાવાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં હિંસા ફેલાવવાના આરોપમાં 106 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 18 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
એમ.એસ. રંધાવાએ જણાવ્યું કે, CCTV ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, જેમની છત પર પથ્થર જોવા મળ્યા છે, તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.