નવી દિલ્હીઃ દિલ્હી હિંસા દરમિયાન 24 ફેબ્રુઆરીએ જાફરાબાદ વિસ્તારમાં એક શખ્સે 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ શખ્સે ફાયરિંગ દરમિયાન એક પોલીસ કર્મચારીને બંદૂક બતાવી હતી. ફાયરિંગ કરી આ શખ્સે ફરી ભીડમાં ગાયબ થઇ ગયો હતો. આ શખ્સની ઓળખાણ શાહરૂખ તરીકે થઇ હતી.
દિલ્હી હિંસા: શાહરૂખની બરેલીમાંથી ધરપકડ, પોલીસકર્મીને બતાવી હતી બંદૂક - caa
દિલ્હી હિંસા દરમિયાન પોલીસ કર્મચારી પર બંદૂક બતાવનાર શાહરૂખની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી ક્રાઇમ બ્રાંચની ટીમે શાહરૂખને ઉત્તર પ્રદેશના બરેલીમાંથી ધરપકડ કરી છે. શાહરૂખની પૂછપરછ કરવામાં આવી છે. શાહરૂખનો સાથ આપનાર લોકોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
દિલ્હી
દિલ્હી પોલીસ છેલ્લા કેટલાક દિવસોથી શાહરૂખની શોધખોળ કરી રહી હતી. મળતી વિગતો પ્રમાણે, શાહરૂખ દિલ્હીના ઉસ્માનપુરનો રહેવાસી છે, પરંતુ ઘટના બાદ તે પોતાના પરિવારની સાથે ફરાર થઇ ગયો હતો. ક્રાઈમ બ્રાચે મળેલી બાદમીના આધારે શાહરૂખ બરેલીમાં છુપાયેલો છે. જે બાદ ઉત્તર પ્રદેશ પોલીસ અને દિલ્હી પોલીસે મળીને શાહરૂખની ધરપકડ કરી છે.
અત્યારે શાહરૂખની પૂછપરછ કરવામાં આવી રહી છે. શાહરૂખે દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ દિપક દહિયાને બંદૂક બતાવી હતી.