નવી દિલ્હી: દિલ્હી હિંસાની સુનવણી કરી રહેલા હાઈકોર્ટના ન્યાયાધીશ મુરલીધરના બદલી પર પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યુ હતું છે કે, વર્તમાન સરકારમાં અડધી રાત્રે જજની બદલી થવી એ આશ્ચર્યજનક નથી, પરંતુ નિશ્ચિતરૂપે શરમજનક અને દુ:ખદ છે. તેમણે લખ્યું છે કે, "લાખો લોકોને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે, પરંતુ સરકાર લોકોના વિશ્વાસ સાથે ચેડા કરી રહી છે."
જજ મુરલીધરની બદલી મુદ્દે પ્રિયંકા ગાંઘીનો સરકાર પર શાબ્દિક પ્રહાર, જાણો શું કહ્યું? - પ્રિયંકા ગાંઘી ન્યૂઝ
દિલ્હીમાં થયેલી હિંસા પર અડધી રાત્રે સુનાવણી કરવામાં આવી હતી, ત્યારબાદ અચાનક ન્યાયાધીશ મુરલીધરની બદલી કરવાનો નિર્ણય લેવાતાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંઘીએ કેન્દ્રીય સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતાં.
બીજી તરફ દિલ્હીના રમખાણો પર આજે કોંગ્રેસ રાષ્ટ્રપતિને મળી નિવેદન રજૂ કરશે. રાષ્ટ્રપતિને મળતા પહેલા પૂર્વે કોંગ્રેસના નેતાઓ બપોરે 12 વાગ્યે વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધીની પદયાત્રા કરશે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ મુરલીધરને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે.
કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા જાહેર કરેલી સૂચનામાં જણાવાયું છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ન્યાયાધીશ મુરલીધરને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં ન્યાયાધીશ પદે સંભાળવાનો નિર્દેશ આપ્યો છે. મહત્વનું છે કે, નાગરિકત્વ સુધારણાના વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં થયેલી હિંસામાં ઘાયલોને સુરક્ષા અને સારી સારવાર માટે દિલ્હી હાઈકોર્ટના જસ્ટીસ મુરલીધરના ઘરે અડધીરાત્રે સુનાવણી કરાઈ હતી.