નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડની દસમા ધોરણના મુખ્ય વિષય અંગ્રેજીની પરીક્ષા આવતીકાલથી એટલે કે, ગુરૂવારથી દેશભરમાં શરૂ થવાની છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી નોર્થ ઇસ્ટ દિલ્હીમાં થયેલી હિંસનાને કારણે ત્યાં સ્થિતિ તનાવપૂર્ણ થવાને કારણે 86 કેન્દ્રો પર પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. આ જાણકારી CBSEના સચિવ અનુરાગ ત્રિપાઠી દ્વારા આપવામાં આવી હતી. વધુમાં જણાવીએ તો 26 ફેબ્રુઆરીએ ધોરણ 10 અને 12ની નોર્થ ઇસ્ટમાં થનારી પરીક્ષાને સ્થગિત કરવામાં આવી છે.
86 કેન્દ્રો પર પરીક્ષા સ્થગિત
દિલ્હી સરકાર અને શિક્ષણ વિભાગ તરફથી નોર્થ-ઇસ્ટ દિલ્હીની હાલની પરિસ્થિતિ જોઇને વિદ્યાર્થીઓ, સ્ટાફ અને માતા-પિતાને કોઇ પણ પ્રકારની અસુવિધા ન થાય તેના લીધે લગભગ 86 કેન્દ્રો પર પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. 26 ફેબ્રુઆરીે ધોરણ 10ના મુખ્ય વિષય અંગ્રેજીની પરીક્ષા શરૂ થવાની છે. આ ઉપરાંત 26 ફેબ્રુઆરીએ 12માં ધોરણની વેબ એપ્લિકેશન ઓલ્ડ, વેબ એપ્લિકેશન ન્યૂ અને મીડિયાની પરીક્ષા પણ છે. જો કે, આ વિસ્તારોને પણ સ્થગિત કરવામાં આવી છે.
CBSEના સચિવ અનુરાગ ત્રિપાઠીએ કહ્યું કે, દિલ્હીના અન્ય ભાગોમાં પરીક્ષા સુચારૂ રુપથી નિર્ધારિત સમય અનુસાર શરૂ રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, પ્રભાવિત ક્ષેત્રો માટે પરીક્ષાની તારીખ જલ્દી જ રજૂ કરવામાં આવશે. વધુમાં CBSE બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી ચાલી રહી છે.