નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના (RSS) ઉચ્ચ નિર્ણય લેનારી અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની વાર્ષિક બેઠક આગામી 15થી 17 માર્ચ સુધી બેંગ્લુરૂમાં પ્રસ્તાવિત થશે. આ બેઠકમાં દિલ્હીમાં સાંપ્રાદિયક હિંસા અને નવા નાગરિક્તા સંશોધન કાયદા વિરૂદ્ધ પ્રદર્શનના મુદ્દાઓ પર પ્રશ્નો ઉઠવાની આશા છે.
પ્રતિનિધિ સભા RSSના સર્વોચ્ચ નિર્ણય લેવાનું એકમ છે. જે ભવિષ્યની કાર્યવાહીના નિર્ણય લેવા માટે વર્ષમાં એક વાર બેઠક કરે છે.
અધિકારીએ કહ્યું કે, ભાજપ અધ્યક્ષ જે. પી નડ્ડા અને પાર્ટીના મહાસચિવ બીએલ સંતોષે આ મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લે તેવી શક્યતા છે.