નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ગતરાત્રીના રોજ હિંસાની અફવાઓ એવી રીતે ફેલાવવા લાગી કે, સમગ્ર શહેર થોડી ક્ષણોમાં જ તેની ઝપેટમાં આવી ગયું હતું. આ અફવાને પગલે પોલીસને પણ મામલાને ગંભીરતાથી લઇ અને સતર્ક થવુ પડ્યું હતું. જેેના પગલે પોલીસે પણ કાર્યાવાહી હાથ ધરી હતી. અફવાના પગલે પોલીસને અનેક વિસ્તારોમાંથી PCR કોલ આવવા લાગ્યાં હતાં. દિલ્હી પોલીસે જેની સમગ્ર જાણકારી જાહેર કરી હતી.
દિલ્હી પોલીસે આંકડા કર્યા જાહેર
દિલ્હી પોલીસ ક્વાર્ટર દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર, સૌથી વધુ pcr કોલ વેસ્ટ દિલ્હીના વિસ્તારમાંથી આવ્યા હતાં. જેમાં પોલીસને 481 pcr કોલ મળ્યા હતાં. જેમાં ચોંકાવનારી વાત તો એ છે કે, નવી દિલ્હીમાંથી એક પણ કોલ આવ્યો નહોતો. દિલ્હી પોલીસ અનુસાર સાઉથ-ઇસ્ટ દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાંથી 413 કોલ પોલીસને આવ્યા હતાં.