ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના વિકાસપુરી વિસ્તારમાં ઓફિસમાં આગ લાગી, સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફાયર ઓફિસર ઘાયલ થયો - A fire broke out in Delhi

પશ્ચિમ દિલ્હીના વિકાસપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે ઓફિસમાં આગ લાગી હતી, તે દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક ફાયર ઓફિસર ઘાયલ થયો હતો.

Vikash puri fire
Vikash puri fire

By

Published : May 27, 2020, 12:43 PM IST

નવી દિલ્હીઃ પશ્ચિમ દિલ્હીના વિકાસપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે ઓફિસમાં આગ લાગી હતી, તે દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક ફાયર ઓફિસર ઘાયલ થયો હતો. જેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે સફદરજંગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ માહિતી દિલ્હી ફાયર સર્વિસના ડિરેક્ટરે આપી છે.

Vikash puri fire

ફાયર કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતી પ્રમાણે, ગત રાત્રે 8 વાગ્યે વિકાસપુરી સ્થિત વર્ધમાન ટાવરની ઓફિસમાં આગની જાણ થઈ હતી. તેની સાથે જ વિવિધ ફાયર સ્ટેશનથી અનેક અગ્નિશામક સાધનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

આ સિવાય જનકપુરી ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર મુરારિલાલ મીણાને પણ મોકલવામાં આવ્યો હતો. જ્યાં ફાયરની ટીમ ત્યાં આગ કાબૂમાં મેળવી રહી હતી, ત્યારે અચાનક ઓફિસમાં રાખેલા સિલિન્ડર ફાટ્યો. જેમાં સ્ટેશન ઓફિસરને ઈજા થઈ હતી.

નોંધનીય છે કે, ફાયર બ્રિગેડે લગભગ 45 મિનિટ પછી આગને કાબૂમાં લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details