ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી યુનિવર્સિટીએ ઓપન બુક પરીક્ષા 15 ઓગસ્ટ સુધી મુલતવી રાખવાનો લીધો નિર્ણય

દિલ્હી યુનિવર્સિટીએ કહ્યું છે કે, 10 જુલાઇથી શરૂ થનારી ઓપન બુકની પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. દિલ્હી યુનિવર્સિટીએ આજે ​બુધવારે ​દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયાધીશ મુક્તા ગુપ્તાની બેંચને કહ્યું છે કે, તે ઓપન બુકની પરીક્ષા 15 ઓગસ્ટ સુધી મુલતવી રાખશે.

દિલ્હી યુનિવર્સિટીએ ઓપન બુક પરીક્ષા 15 ઓગસ્ટ સુધી મુલતવી રાખવાનો લીધો નિર્ણય
દિલ્હી યુનિવર્સિટીએ ઓપન બુક પરીક્ષા 15 ઓગસ્ટ સુધી મુલતવી રાખવાનો લીધો નિર્ણય

By

Published : Jul 8, 2020, 3:54 PM IST

નવી દિલ્હી: સુનાવણી દરમિયાન કોર્ટે પરીક્ષાના મુદ્દે કોઈ સચોટ નિર્ણય નહીં લેવા બદલ દિલ્હી યુનિવર્સિટીને ઠપકો આપ્યો હતો. હાઈકોર્ટે દિલ્હી યુનિવર્સિટીને કહ્યું કે, તમે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કેવી રીતે રમી શકો. ન્યાયમૂર્તિ જયંત નાથની બેંચ સમક્ષ આજે ઓપન બુક પરીક્ષા વિરુદ્ધ NSUI દ્વારા દાખલ કરેલી અરજી લિસ્ટ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન દિલ્હી યુનિવર્સિટીના વકીલે કહ્યું કે, ન્યાયાધીશ મુક્તા ગુપ્તાની બેંચ સમક્ષ આવી જ અરજી પહેલાથી પેન્ડિંગ છે. તે પછી જસ્ટિસ જયંત નાથે એનએસયુઆઈની અરજી જસ્ટિસ મુક્તા ગુપ્તાની બેંચમાં ટ્રાન્સફર કરી હતી.

7 જુલાઈના રોજ કોર્ટે દિલ્હી યુનિવર્સિટીને પૂછ્યું હતું કે, વિદ્યાર્થીઓ જે માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, તેનો તમને ખ્યાલ છે. આ રીતે તમે વિદ્યાર્થી પાસે પરીક્ષાની તૈયારીની અપેક્ષા કેવી રીતે કરી શકો છો. યુનિવર્સિટી વહીવટીતંત્રે કહ્યું હતું કે, મોક ટેસ્ટ દરમિયાન 4 લાખ 86 હજાર પેપરો ડાઉનલોડ થયા હતા અને ઘણા વિદ્યાર્થીઓએ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાંથી 4 લાખ 68 હજાર ફાઇલ અપલોડ થઈ હતી. દિલ્હી યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, અંતિમ વર્ષમાં બે લાખ 45 હજાર વિદ્યાર્થીઓ છે, જેમાંથી એક લાખ 86 હજાર વિદ્યાર્થીઓ દિલ્હીના છે. જ્યારે 59 હજાર વિદ્યાર્થીઓ દિલ્હીની બહારના છે. ઓનલાઇન પરીક્ષા માટે અત્યાર સુધીમાં એક લાખ 58 હજાર વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે.

ઓપન બુક પરીક્ષા 1 જુલાઇથી શરૂ થવાની હતી, પરંતુ દિલ્હી યુનિવર્સિટી દ્વારા દસ દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી. અરજીમાં ઓપન બુકની પરીક્ષા ઉપરાંત લોકડાઉન દરમિયાન દિવ્યાંગ વિદ્યાર્થીઓને માટે શિક્ષણ સામગ્રી આપવાની માગ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, દિલ્હી યુનિવર્સિટીએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને એક સેમેસ્ટરથી બીજા સેમેસ્ટરમાં પ્રમોશન આપવા માટે પરીક્ષા લેવાનો આગ્રહ કરવામાં આવશે નહીં. જ્યારે પરિસ્થિતિ સામાન્ય બને ત્યારે, આ પરીક્ષાઓ લેવામાં આવશે.

આ અરજી બે કાયદાના વિદ્યાર્થીઓ પ્રિતક શર્મા અને દિક્ષા સિંહ દ્વારા કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તમામ શાળાઓ અને કોલેજ લોકડાઉન દરમિયાન ઓનલાઇન વર્ગો ચલાવે છે, પરંતુ દિવ્યાંગ લોકોને ખાસ કરીને દૃષ્ટિથી અસ્પષ્ટ લોકોને તેનો લાભ મળી રહ્યો નથી. લોકડાઉન દરમિયાન ઓનલાઇન વર્ગો માટેની દિવ્યાંગ વિદ્યાર્થીઓની આવશ્યકતાઓ ધ્યાનમાં લેવામાં આવી નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દિવ્યાંગ વિદ્યાર્થીઓને અભ્યાસથી વંચિત રાખવું એ તેમના શિક્ષણ અધિકારનું ઉલ્લંઘન છે.

ABOUT THE AUTHOR

...view details