16 ડિસેમ્બરથી દિલ્હીને ફ્રી વાઇફાઇ મળશે
ન્યુ દિલ્હી: દિલ્હીને આગામી 16 ડિસેમ્બરના રોજ ફ્રી વાઇફાઇનો લાભ મળશે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી સચિવાલયમાં એક પ્રેસ કોન્ફરન્સના સમયે આ માહિતી આપી હતી.
દિલ્હીમાં 16 ડિસેમ્બરથી 11000 હોટ સ્પોટ દ્વારા ફ્રી વાઇફાઇ સેવા કાર્યરત
મુખ્યપ્રધાન કેજરીવાલે ફ્રી વાઇફાઇનો લાભ આપતા જણાવ્યું કે, દિલ્હીમાં ફ્રી વાઇફાઇની સુવિધાએ અમારી ચૂંટણીમાં કરેલું છેલ્લુ વચન પુરુ પાડવા જઇ રહ્યાં છીએ. મુખ્યપ્રધાને જણાવ્યું કે, આ યોજના હેઠળ 11 હજાર હોટ સ્પોટ્સ લગાવવામાં આવશે. દરેક વિધાનસભામાં 100 હોટ સ્પોટ હશે. તેનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. તેનો સંપુર્ણ ખર્ચ 100 કરોડ રૂપિયાથી ઓછો થશે.