નવી દિલ્હીઃ ગત 6 માર્ચના રોજ SI અરવિંદને મળેલી સૂચના મુજબ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાં હિંસા અને રમખાણો મુદ્દે FIR દાખલ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ ઘટનાઓ એક પૂર્વયોજિત કાવતરાનો ભાગ હતી. JNUના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ, દાનીશ અને અન્ય લોકોએ વિવિધ સંગઠનો સાથે મળી ભડકાઉ ભાષણ કર્યા હતા અને લોકોને ઉશ્કેર્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ભારત આગમન સમયે જ દિલ્હીમાં રમખાણો કરવા ઉમર ખાલિદ અને તેના સાથીઓએ ભડકાઉ ભાષણો દ્વારા લોકોને અપીલ કરી હતી કે ડોનાલ્ડ ટ્રંપ દિલ્હી આવે ત્યારે લોકોએ રસ્તા પર ઉતરી જઈ તેમનો વિરોધ કરવો જેથી આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બને કે ભારતમાં લઘુમતિઓ સાથે કેવો વ્યવહાર થાય છે.