દિલ્હી હિંસા કેસમાં સ્પેશિયલ સેલે અતર ખાનની ધરપકડ કરી - Delhi violence case
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસાને ભડકાવવા બદલ અતર ખાનની ધરપકડ કરી છે. અતર ખાન ચાંદબાગ ભજનપુરાનો રહેવાસી છે.
દિલ્હીની સ્પેશિયલ સેલએ દિલ્હી હિંસા કેસમાં અતર ખાનની કરી ધરપકડ
નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, પોલીસ ઘણા સમયથી અતર ખાનની શોધમાં હતી. અતર ખાન ચાંદ બાગ ભજનપુરાનો રહેવાસી છે. જ્યાં સૌથી વધારે હિંસા થઈ હતી. પોલીસ સૂત્રોના કેહવા પ્રમાણે, અતર ખાન પર ભજનપુરા પ્રોટેસ્ટને ભડકાવવાનો પણ આરોપ છે. આ સાથે અતર ખાન હિંસા દરમિયાન ઘાયલ થયેલા શહાદરા જિલ્લાના ડીસીપી અમિત શર્મા પર હુમલો કરવાના કાવતરામાં પણ સામેલ હતા, જે બાદ આજે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.